અમદાવાદ માં આવેલા થલતેજ વિસ્તારમાં રહેતી પરિણીતાને મકાન બનાવવા માટે પિયરમાંથી પાંચ લાખ દહેજ પેટે લઅઈ આવવા માટે સાસરીયા લોકો ત્રાસ આપતા હતા.અને તે સિવાય દિયર ભાભી જોડે સંબંધ બનાવવા દબાણ અને ધમકી કરતો હતો.અને તેનો પતિએ છુટાછેડા આપવાની તથા તે ફરિયાદ કરશે તો પોતે આપઘાત કરી લેશે એવી ધમકી પત્ની ને આપી હતી. તેનાથી પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરૃધ્ધ હાલ ફરિયાદ નોંધાવી છે.
અહી આવેલા ઘાટલોડીયામાં દેવનંદન ફ્લેટમાં રહેતા મીનાબહેનના લગ્ન રાજસ્થાનમાં રહેતા ભાવીકકચરૃભાઈ પ્રજાપતી સાથે થયા,અને લગ્ન બાદ તે રાજસ્થાન સાસરીમાં સહકુટુંબ જોડે તેઓ રહેતા હતા.એ ત્યારબાદ દોઢેક વર્ષથી પતિ સાથે સંધુભવન રોડ પર ઔડાના મકાનમાં રહેવા આવ્યા હતા,લગ્નના એકાદ વર્ષ સાસરીયાઓએ તેમને સારી રીતે રાખ્યા.પણ બાદમાં તારી માએ તને કંઈ શીખવાડયું નથી, તારો બાપ બહુ રૃપિયાવાળો છે, એવું કહીને જેમતેમ મ્હેણાંટોંમા મારતા હતા. તે સિવાય તેમનો દિયર પતિ હાજર ન હોય ત્યારે મીનાબહેન સાથે સંબંધ રાખવા ધમકીઓ આપતો હતો.
અને મીનાબહેન ઈન્કાર કરે તો ઘરમાંથી નીકળી જા નહીતર મારી નાંખીશ, એવી ધમકી આપતો હતો અને મારજુદ કરતો.અને તે સિવાય સાસુ મીનાબહેનનું ગળુ દબાવવાનો અવારનવાર પ્રયાસ કરતા હતા પણ મીનાબહેન તેમને ધક્કો મારી દેતા હતા. અને દિયર ગાળો બોલે ત્યારે મીનાબહેન સાસુને ફરિયાદ કરે તો સાસુ તારે ઘરમાં રહેવું હોય તો બધુ સહન કરવું પડશે નહીતર ઘરમાંથી નીકળી જા એમ કહેતા હતા. તેસિવાય મીનાબહેને પતિનો ફોન જોતા તે રાજસ્થાનની કોઈ છોકરી સાથે સંબંધ રાખતા હોવાનું જણાયું હતું. તે આખો દિવસ તેની સાથે વાત કર્યા કરતો હતો.અને કેટલીક વાર તો ત્યાં રાજસ્થાન મળવા પણ જતો હતો.તે રાત્રે ઘરે આવીને મીનાબહેનને મારપીટ કરીને જતો રહેતો હતો અને સવારે ઘરે આવતો હતો.
તેઓ મીનાબહેનને મકાન બનાવવા માટે પિયરમાંથીપાંચ લાખ દહેજ પેટે લઈ આવવા દબાણ કરતા હતા. મીનાબહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપીને છુટાછેડા આપી દેવાની ધમકી આપતા હતા.અને ૩ મહિના પહેલા પતિએ તારે બીજા સાથે અફેર છે કહીને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. તે સિવાય મીનાબહેનને ફરિયાદ કરશે તો પોતે આત્મહત્યા કરશે અને ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપતો હતો. આ અંગે મીનાબહેનેપતિ ભાવિક પ્રજાપતી, સસરા કચરૃભાઈ, સાસુ શારદાબહેન, દિયરો હરીશ અને નરેશ તથા વર્ષાબહેન નરેશભાઈ પ્રજાપતી વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેે.