તાપી માં એસટી બસની બ્રેક ફેલ થતા 12 વાહનનો કચ્ચરઘાણ,સમગ્ર ઘટના CCTV માં કેદ

તાપી માં આજે વહેલી સવારે સોનગઢ નજીક એસટી બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. જોકે ડ્રાઇવરની સમય સુચકતાને કારણે કોઇ જ જાન હાની થઇ નથી. બસ ડ્રાઇવરની સમય સુચકતાથી તેણે બસને ડિવાઇડરની નીચે ઉતારી પાર્કિંગ એરિયામાં લઇ ગયો હતો જ્યાં પડેલા વિહિકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં 12 વાહનોને ભારે નુક્શાન થયુ હતું.મળેલ માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવેલા સોનગઢમાં માંડળ ટોપ પ્લાઝા પાસે વહેલી સવારે એસટી બસની બ્રેક ફેઇલ થઇ ગઈ હતી. જેના પગલે એસટી બસે આશરે 12 જેટલા વાહનોને અડફેટે લીધા હતા.સદનસિબે આ ઘટનાના પગલે કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યુ છે. જોકે, આ ઘટનામાં બસ ચાલકને ભારે ઇજા પહોંચી છે હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *