કેન્દ્રના ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે છે.અને આજે કૂચબિહારથી શરુ થયેલી ભાજપની પરિવર્તન યાત્રા પહેલા તેમણે સંબોધન કરીને મમતા બેનરજીને જય શ્રી રામ બોલવાના મુદ્દે સવાલો પૂછ્યા હતા.
અમિત શાહે કહ્યુ હતુ કે, પી.એમ. મોદીને આ વખતે તક આપો, પશ્ચિમ બંગાળને સોનાર બાંગ્લા બનાવી દેશે.અને આ પરિવર્તન યાત્રા મુખ્યમંત્રી બદલવા માટે નથી પણ બંગાળની સ્થતિ બદલવા માટે છે.મમતા બેનરજીએ જય શ્રી રામના નારાને એવો બનાવી દીધો છે કે જાણે કોઈ અપરાધ હોય કે આ નારો સાંભળીને તેમને લાગે છે કે જાણે કોઈએ તેમનુ અપમાન કરી નાંખ્યુ હોય.
પી.એમ. મોદીએ ખેડૂતોને વર્ષે ૬૦૦૦૦ રુપિયાની સહાય કરવાની સ્કીમ શરુ કરી છે પણ મમતા બેનરજીએ બંગાળમાં આ સ્કીમ રોકી રાખી છે.તૃણમુલ કોંગ્રેસ અને એ પહેલા કોમ્યુનિસ્ટ પાર્ટીઓએ બંગાળમાં વિકાસ માટે કશું કર્યુ નથી.અને ભાજપ તમામને સાથે રાખીને વિકાસ કરવામાં માને છે.અમે દરેક સમુદાય અને સંસ્કૃતિનુ સન્માન કરીએ છે અને એટલા માટે જ આજે આખો દેશ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે.
તેમ છતાં બંગાળમાં મંદિરોને જોડતી ટુરિસ્ટ સર્કિટ બનાવાશે.મમતા બેનરજી ગુંડાઓના જોર પર ચૂંટણી લડે છે અને જીતે છે.બંગાળમાં જય શ્રી રામનો નારો નહીં લગાવાય તો શું પાકિસ્તાનમાં જય શ્રી રામનો નારો લગાવાશે?જોકે ચૂંટણી પૂરી થતા સુધીમાં તો ખુદ મમતા બેનરજી જય શ્રી રામનો નારો લગાવવા માંડશે.મમતા બેનરજી એક સમુદાયના વોટ લેવા માટે આ બધા ધમપછાડા કરી રહ્યા છે.બંગાળમાં ભાજપની સરકાર બન્યાના એક સપ્તાહમાં જ આયુષ્માન ભારત યોજના લાગુ કરી દેવાશે.