આપણાં દેશનાં વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીજીને જાનથી મારી નાખવાનું કાવતરુ રચવામાં હોવાનુ સામે આવી રહ્યુ છે. અને પુડુચેરીનાં એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા ભારતનાં વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી વિશે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, “જો કોઈ તેને ૫ કરોડ રૂપિયા આપે છે, તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખશે.”
મોદીજીને જાનથી મારી નાખવાની ધમકી આપતી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ હતી. તે બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી અને ૪૩ વર્ષના શખ્સની પોલીસે ગુરુવારે તેની ધરપકડ કરી છે. અને મળી રહેલી માહિતી અનુસાર, આ આરોપીની ઓળખ સત્યનંદમ તરીકે થઇ છે. તે આર્યનકુપ્પમ ગામનો રહેવાસી છે. તે વ્યવસાયે ઉદ્યોગપતિ છે. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અને પોલીસે આરોપી વિરૂધ્ધ ગંભીર કલમોમાં ગુનો નોંધ્યો છે.
અને આજનાં યુગમાં સોશિયલ મીડિયા એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. હાલમાં સોશિયલ મીડિયા એ વાર્તાલાભનાં સૌથી મોટા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આ દ્વારા સામાજિક વિચારો, કન્ટેન્ટ, માહિતી અને સમાચારો ખૂબ ઝડપથી શેર કરી શકાય. પરંતુ કેટલાક લોકો તેનો દુરૂપયોગ પણ કરે છે અને તેમના નકારાત્મક ઉદ્દેશ્યોથી સમાજમાં સમસ્યાઓ ઉભી કરે છે. જો કે, હવે ટેક્નોલોજી એટલી અદ્યતન થઈ ગઈ છે કે આવા લોકો જલ્દી પકડાઇ પણ જાય છે અને તેમના વિરુદ્ધ કડક પગલા પણ લેવામાં આવે છે.