અમદાવાદ નરોડામાં રહેતી અને વડોદરામાં લગ્ન કરનારી મહિલાને લગ્નના એક જ વર્ષમાં ઘરમાં કકળાટ શરૃ થઇ ગયો હતો. તેમાંયે ખાસ કરીન પતિનો મોબાઇલ ચેક કરતા તે બીજી સ્ત્રીને પ્રેમ કરતો હોવાનું બહાર આવ્યું હતું અને ત્યારબાદ પતિ તથા સાસરિયા દ્વારા મહિલા ઉપર માનસિક તથા શારીરિક ત્રાસ આવતો હતો એટલું જ નહી પતિ પણ તું મને પસંદ નથી મારે બીજા લગ્ન કરવા છે કહી છૂટાછેડા માટે દબાણ કરતો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે મહિલાના પતિ સહિત ઘરના છ સભ્યો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
તેમ છતાં કેસની વિગત એવી છે કે નરોડામાં રહેતી અને કઠવાડા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ વડોદરામાં રહેતા પતિ- સાસુ તથા સસરા સહિત સાસરિયાના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના એક વર્ષ પહેલા સામાજિક રિતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના એક મહિના બાદ મહિલાને એમ.કોમનો અભ્યાસ કરવાનો હોવાથી તે પિયરમાં રહેવા માટે આવી હતી, દરમિયાન મહિલા પતિ સાથે વાતચીત કરતી હતી ત્યારે તેમનો મોબાઇલ સતત વ્યસ્ત રહેતો હતો તેઓ વાત પણ કરતા ન હતા.
તેવામાં પતિ ચાર દિવસ પત્ની સાથે અમદાવાદ રહેવા આવ્યા હતા જ્યાં મહિલાએ પતિનો મોબાઇલ ચેક કરતાં તઓ વોટેસએપ પર અન્ય્ મહિલા સાથે મેસેજ કરતા હતા અને મહિલાને રૃપિયા પણ મોકલતા હતા. મહિલાએ યુવતી વિશે પૂછતાં તકરાર શરુ થઇ હતી. ત્યારબાદ પત્ની સાથે કોઇ વાતચીત કરતા ન હતા. ગઈ તા. ૭ જુલાઇ ૨૦૨૦ના રોજ પતિ ફરિયાદી પર ગુસ્સે થઇને મારઝૂડ કરી હરતી અને ગાળો બોલીને કહ્યુ કે અહિ રહેવું હોય તોઆ બધુ સહન કરવું પડશે, નહિ તો અહીથી ચાલી જા. મને તારામાં કોઇ રસ રહેલ નથી, મારે બીજા લગ્ન કરવા છે.
અને તુ મને છૂટાછેડા આપી દે, સાસરીના સભ્યો પણ પતિને સાથ આપતા હતા અને તારા પિતએ માગ્ય મુજબ દહેજ આપેલ નથી, અને પરાણે ગળે ઘંટ બાંધેલ છે, અમે તેને ઘરની વહુ માનતા નથી તુ છૂટાછેડા આપી દે અમારા છોકરા માટે પૈસાદારની છોકરી જોઇ છે. તું છૂટાછેડા આપી દે તેટલી વાર છે તેમ કહીને આખરે કંટાળીને મહિલાએ ગઇકાલે રાતે સાસરિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.