મ્યુ. ફંડ સ્કીમ બંધ થતાં જ કરોડો રુપીયાનું નુકસાન થશે. (સી.એફ.એમ.એ)

અહી સુપ્રીમ કોર્ટે ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટનને તેની ૬ બંધ કરેલી સ્કીમ્સના નાણાં યુનિટ હોલ્ડરને પાછા આપવાનો આદેશ આપાયો છે. અને દેશની અગ્રણી ઈન્વેસ્ટર બોડી ચેન્નઈ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એન્ડ એકાઉન્ટેબિલિટી (સીએફએમએ)એ આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને ફ્રેન્કલિન ટેમ્પલટનમાં રોકાણકારોને બચાવવા વિનંતી કરી હતી.

અત્યાર ના સમયે સંસ્થાએ દાવો કર્યો છે કે દેશના ૧૨ જેટલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પણ ફ્રેન્કલીન ટેમ્પલટનના રસ્તે આગળ વધી રહ્યા છે અને તે માત્ર અવે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે.

અહી સંગઠને વધુમાં દાવો કર્યો છે કે, ફ્રેન્કલિન ટેમ્પલટનની જેમ વિવિધ ફંડ હાઉસની ૧૨થી વધુ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સ પણ બંધ થશે તો તેમના રોકાણકારોને ૧૬,૦૦,૦૦૦/- કરોડ રૂપિયાથી વધુ નુકસાન થશે.

વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ૪ કરોડથી વધુ યુનિટધારકોની એકમાત્ર આશા હવે સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. અને તેના દાવાના સમર્થનમાં સીએફએમએ કોઈ ખુલાસો કર્યો નથી. અને તેણે કહ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે ૧૨થી વધુ અન્ય મ્યુચ્યુઅલ ફંડ તેમનું નુકસાન યુનિટધારકોના માથે નાંખવા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *