બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ ૧૧ જાન્યુઆરીના રોજ દીકરી ને જન્મ આપીઓ હતો ને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બન્યા હતા.અને વિરાટે સોશિયલ મીડિયા પર આ અંગે શુભ સમાચાર આપ્યા હતા અને હવે ૨૧ દિવસ બાદ અનુષ્કાએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સોમવારના રોજ અનુષ્કાએ સોસીયલ મિડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે,અને જેમાં દીકરીને ગોદમાં લઇ અનુષ્કા અને વિરાટ હસતા હસતા દીકરીને જોઇ રહ્યા છે.અને તસવીર સાથે વિરાટ અને અનુષ્કાએ દીકરીનું નામ વામિકા રાખ્યું છે. પરિચય આપતા એ પણ જણાવ્યું છે.
અનુષ્કાની આ તસવીર પર કમેન્ટ સેક્સનમાં વિરાટે કહ્યું છે કે, આ ફ્રેમમાં મારી સંપૂર્ણ દુનિયા વામિકા નામ મા દુર્ગાનું પર્યાયવાચી છે. આ સાથે અનુષ્કાએ લખ્યું કે, અમે જીવનમાં એક-બીજાને પ્રેમ અને આભાર વ્યક્ત કરતા સાથે રહ્યા છીએ, પરંતુ હવે આ નાની જાન વામિકા અમારી ભાવનાઓને અલગ સ્તર પર લઇ ગઇ છે. આંસુ, ખુશીઓ, સંભાળ, વરદાન… આ બધી લાગણીઓ ક્યારેક મિનિટોમાં મહેસુસ થઇ જાય છે.અને ઊંઘ તો દૂરની વાત છે પરંતુ અમારું દિલ પ્રેમથી ગદગદીત થઇ ગયું છે. અને તમારી બધાની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર, પ્રાર્થના અને સકારાત્મક વ્યક્ત કરી છે.