છેલ્લા બે મહિનાથી ચાલુ દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતોના આંદોલન. અને દિલ્હીની સરહદ પર પોલીસ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ૨૬ જન્યુઆરી ના દિવસે થયેલી હિંસા બાદ હવે સરકાર તરફથી કડક નિયમ વર્તાવાઈ રહ્યુ છે. અને હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંંધી એ સરકાર પર નિશાન ધાર્યુ છે.
ખેડૂતોએ ફરી એક વાર 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની વાત કહી છે અને ૨૬ જન્યુઆરી ના દિવસે થયેલી હિંસા બાદથી જ ખેડૂતોના પ્રદર્શનસ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી એ પણ એક વીડિયો ટ્વીટ કરી છે, અને સાથે જ તેમણે લખ્યુ કે વડા પ્રધાન જી પોતાના ખેડૂતો સાથે જ યુદ્ધ? અને સરહદ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની તસવીરને પણ શેર કરી હતી, તે સાથે જ તેમણે લખ્યુ કે ભારત સરકાર પુલ બનાવો, દીવાલો નહી…
અત્યારે દિલ્હી પોલીસ તરફથી ગાજીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંધુ બોર્ડર પર કડક તૈયારીઓ કરવામાં આવી રહી છે.અને આ સરહદ પર સિમેન્ટના મોટા-મોટા બેરિકેડ બનાવવામાં આવ્યા છે. રસ્તામાં ખિલ્લા લગાવવામાં, કાંટાળા તારના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી પ્રદર્શનકારી ખેડૂત ફરીથી દિલ્હી તરફ ટ્રેક્ટર ના લઈ આવી શકેેેે..
પોલીસનુ કહેવુ હતુ કે કોઈ પ્રદર્શનકારી તલવારથી હુમલો ના કરી દે એ માટે દિલ્હી પોલીસના સામે નાા આવે.એ માટે જવાન સ્ટીલની રૉડ કવચ જેવા કવર લઇ નેે એવી તૈયારી કરવામાં આવી છે.