અહિ કોરોના કાળમાંં લોકો ના ધંધામા અસર પડી છે અને તેવા સમયે ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે બગડી છે કે ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે ગરીબોને સસ્તા ભાવે અપાતું અનાજ બારોબાર વેચવા માટે કાળા બજારીયાઓ સક્રિય બન્યા છે.
આવા સંજાગોમાં કાળા બજારીઓ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી રહ્યા છે.અને દાણીલીમડામાંથી ૩૪૦૦ કિલો ઘઉનો જથ્થો પોલીસે પકડી પાડયો છે.ત્યા પોલીસ તપાસમાં આ અનાજ બહેરામપુરાની ન્યું પ્રકાશ સહકારી ભંડારમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી લાવીને સનાથલ ખાતે આવેલી ભોલેનાથ ફ્લોર મીલમાં અનાજ વેચવા માટે જતા.અને દાણીલીમડા પોલીસે વ્યાજબી ભાવના દુકાનદાર સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે.અને ૩ મહિનામા કુલ ૨૩૦૦૦ કિલો અનાજનો જથ્થો પકડાયો છે.
અને બનાવ અંગે પોલીસે લાલ દરવાજા ખાતે આવેલી અન્ન અને નાગરિક પુરવઠા ખાતાને જાણ કરતાં મદદનીશ અન્ન નિયંત્રક ડો. કે. જી . પરમાર આવ્યા હતા તેઓ આ ઘઉના જથ્થાની ખરાઇ હાથ ધરી લિધિ છે, અને અગાઉ પણ અમરાઇવાડીની સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉંનો જથ્થો નરોડા જીઆઇડીસી વેચવા જતા અને ગિરધરનગરમાં સસ્તા અનાજની દુકાનના બદલે નરોડા જીઆઇડીસીમાં વેપારીને વેચવા જતા પકડાયા હતા.
ચાર શખ્સો પાસે અનાજના જથ્થાના બીલ સહિત કોઇ પુરાવા મળ્યા ન હતા. જેને લઇને દાણીલીમડા પોલીસે ઘાટલોડિયા ચાણક્યપુરી પાસે રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક અરુણ પ્રભુદયાલ શર્મા અને બહેરામપુરામાં ગુજરાતી શાળા નંબર ૯,૧૦ પાસે રાજુ એપાર્ટમેન્ટ નીચે ન્યુ પ્રકાશ ગ્રાહક સહકારી ભંડાર નામની સસ્તા ભાવની દુકાન ધરાવતા રાજેન્દ્રસિંહ રામસિંહ રાજપૂત તથા ચાંદલોડિયા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા રાજકુમાર શાલીકરામ ગુપ્તા તેમજ સનાથલ ખાતે ભોલેનાથ ફ્લોર મીલના સંચાલક ભુરાભાઇ પ્રજાપતિ સામે ગુનો નોધ્યો છે.