અમદાવાદ ની બેરોજગારી, શિક્ષણ, રહેણીકરણી તેમજ મહિલા સુરક્ષા સહીતના મુદ્દા પર થયેલો સર્વે ના મુદ્દા પર સર્વે થયો..
આપણા જીવન જીવવાની રીત ઉપરના અલગ-અલગ પરીબળોને ધ્યાનમાં રાખી મુંબઈના આઈ.આઈ.ટી. દ્વારા સર્વે કરવામાં આવેલ હતો. અને એમા દેશના ૧૪ ટોચના શહેરોમાં સર્વે કર્યો છે.તેમા કવોલિટી ઓફ લાઈફની દ્રષ્ટી એ આપણુ શહેર અમદાવાદ ને આઠમો ક્રમાંક આપવામાં આવ્યો છે.
અહિ આઈ.આઈ.ટી.મુંબઈના સિવિલ એન્જીનિયરીંગ વિભાગ દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં અમદાવાદ શહેરને એવરેજ કેટેગરીમાં ગણવામા આવ્યું છે.અને આ યાદીમાં સૌથી ટોચના ક્રમ ઉપર મુંબઈ શહેર ને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
૧ – ગ્રેટ મુંબઈ,દિલ્હી અને કોલકોતાને શ્રેષ્ઠ શહેરોની યાદીમાં મુકવામાં આવેલ છે.
૨ – કોલકોતા, ચેન્નાઈ, હૈદરાબાદને સારા શહેરોની યાદીમાં મુકવામાં આવેલ છે.
૩ – અમદાવાદ, જયપુર, ચંદીગઢ, લખનૌ, ભોપાલ અને ઈંદોરને અવરેજ સ્થાન આપવામાં આવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ મુંબઈ સ્થિત આઈ.આઈ.ટી.દ્વારા દેશના પ્રમુખ શહેરોમાં રહેતા લોકોની રહેણી-કરણી ઉપરાંત બેરોજગારી, આર્થિક સ્થિરતા, આર્થિક વિકાસ, શિક્ષણ, પુરુષ-મહિલાઓ વચ્ચેનું અંતર, લાયકાત સુવિધાઓ, સુરક્ષિત અને સલામત જીવન, મહિલાઓની સુરક્ષા જેવા પરીબળો ઉપર એક-એક સર્વે કરવામાં આવ્યો હતો.અને આ સર્વે બાદ કવોલિટી ઓફ લાઈફના હેડના નજીક ના જે શહેરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી.અને આ શહેરને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યા છે.