હાલ શહેરના રિવરફ્રન્ટ પ્રોજેકટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પછી એક નવા પ્રોજેકટ આપડે જોઇ રહ્યા છે. સી પ્લેન ,કૃઝ બોટિંગ અને પછી હવે ફુટ ઓવરબ્રિજનો પણ લાભ રિવરફ્રન્ટ પર મુલાકાત થશે.અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ થી પશ્ચિમ છેડાને જોડતો એવો 300 મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ ફૂટ ઓવરબ્રિજ પર રિવરફ્રન્ટના અપર અને લોઅર એમ બંને પરથી અવર-જવર કરવા મા આવશે.
આ બ્રિજની પાસે રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે એસ.વી.પી હોસ્પિટલ બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ની સુુવિધા તૈયાર થઈ રહિ છે.અને ત્યાં વધુ એક ફૂટ ઓવરબ્રિજ ની મદદથી ફલાવર-ગાર્ડન થી થઈ આ ફુટ ઓવરબ્રિજ પર જઈ શકશે. ફુટ બ્રિજનુ કામ હાલ મા ચાલી રહ્યુ છે.
હાલ અત્યાર સુધી બ્રિજનું ૫૫% કામ પૂરું થઈ ગયું છે.અને શહેરનાં આ ફૂટ ઓવરબ્રિજને પૂર્વ અમદાવાદ બાજુના છેડે આકાર આપી દેવામાં આવ્યો છે.અને સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદારબ્રિજની વચ્ચે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ફૂટ ઓવરબ્રિજ ૭૪ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. અને દેશમાં આવો યુનિક બ્રિજ આ સિવાય બીજે જોવા નહિ મળે.એપ્રિલ માં આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરું થઈ જાત પરંતુ હાલ કોરોનાને કારણે હવે આ બ્રિજ આગામી મે કે જૂનમાં ખુલ્લો મુકાશે.અને જુન – જૂલાઇ મહિનામાં આ ફુટ બ્રિજ ની મુલાકાત લઇ શકાશે.