વૈશ્વિક કોરોના મહામારીમાં 2020 નું વર્ષ સિનેમા જગત માટે દુખદ સાબિત થયું છે. અનેક મોટા અભિનેતા આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન તેલુગુ સિનેમા જગત માંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ટીવી અભિનેત્રી શ્રાવણીએ આત્મહત્યા કરી લીધી છે. હાલ અભિનેત્રી શ્રાવણીની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીડિયાના અહેવાલ અનુસાર, અભિનેત્રી શ્રાવણીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દેવરાજે શ્રાવણીને હેરાન કરી હતી, જેથી અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
મળેલ માહિતી અનુસાર, અભિનેત્રી શ્રાવણીએ મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. તે પીએસ મથુરા નગર, એસ્સાર નગર, હૈદરાબાદમાં H 56 બ્લોકના બીજા માળે રહેતી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અભિનેત્રી શ્રાવણીના પરિવારે દેવરાજ રેડ્ડી સામે એપ્સન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ સાથે જ શ્રાવણીના ભાઈએ આરોપીઓને કડક સજાની વાત કરી છે.
અભિનેત્રી શ્રાવણી છેલ્લા આઠ વર્ષથી તેલુગુ કાર્યક્રમોમાં અભિનય કરી રહી છે. શ્રાવણીની હિટ લિસ્ટમાં ‘મૌનરામમ’ અને ‘મનસુ મમતા’ જેવી ઘણી સિરિયલો શામેલ છે. શ્રાવણી હાલમાં સીરીયલ ‘માનસુ મમતા’ માં જોવા મળી હતી. શ્રાવણીના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.