છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ અમિત ભટનાગરનું વધું એક કૌભાંડ

જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૧ બેંકો સાથે ૨૬૫૪ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ અમિત ભટનાગરનું વધું એક કૌભાંડ સામે આવ્યું છે. અમિત ભટનાગર દ્વારા સીલ કરેલ કંપનીમાંથી મશીનો સગેવગે કરવાનો મામલો સામે આવ્યો છે.

વડોદરાના ઓલપાત્રા વિસ્તારમાં કૌભાંડી અમિત ભટનાગરની એપએક્સ નામની કંપની આવેલી છે આ સીલ મારેલી કંપનીઓમાં કરોડો રૂપિયાનાં મશીનો હતાં. ૪ કરોડના મશીનો સીલ મારેલ કંપનીમાંથી સગેવગે કરવામાં આવી રહ્યા હતાં. જોકે, પોલીસે ૨ ટ્રક અને ૧ ટેમ્પોને મશીનો સાથે ઝડપ્યા છે. તમને જણાવી દઇએ કે, ૪ કરોડથી વધુના મશીનો મોડી રાત્રે કરાતાં સગેવગે કરવામાં આવી રહ્યા હતાં જોકે, માંજલપુર પોલીસે ૨ ટ્રક અને ટેમ્પો સહિતનો માલ કબજે કર્યો છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, અમિત ભટનાગર ભૂર્ગભમાં છે પરતું તેના ઈસારાથી કામ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૧ બેંકો સાથે ૨૬૫૪ કરોડની છેતરપિંડીના કેસમાં અગાઉ સીબીઆઇએ દરોડા પાડયા હતાં, અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એકશનમાં આવ્યું હતું. ઇડીએ પણ અમિત ભટનાગરની કંપનીની ગોરવા બીઆઇડીસી ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ, રણોલી અને સમલાયા ખાતેની ફેકટરીઓ, નિઝામપુરા અને ન્યુઅલકાપુરી ખાતેના નિવાસસ્થાનો મળીને 7 સ્થળે દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓએ આ કંપનીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કાર્યવાહી આગળ ધપાવી હતી. અમીત ભટનાગરે બેંકોમાંથી જંગી લોન લીધા બાદ દુબઇ ખાતે પણ કંપની ખોલી છે, ત્યારે ભારતમાંથી દુબઇ ખાતે નાણાં વગે થયા હોવાના મુદ્દે ઈડીએ તપાસ હાથ ધરી હતી.

આવકવેરા વિભાગને ભટનાગર વિરૃધ્ધ અગાઉ જે ફરિયાદો મળી હતી તેમાં કંપનીના ટર્નઓવરમાં ગોટાળા અંગેની વિગતો પ્રાપ્ત થઇ હતી. તપાસ દરમિયાન જો ભટનાગરનું જો ફોરેન એકાઉન્ટ મળશે તો ૧૬ વર્ષના હિસાબની ચકાસણી કરવામાં આવશે અને બેનામી મિલકતો મળશે તો તેને લગતા એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *