આમ તો ડોક્ટરને ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં અવાર-નવાર એવા કિસ્સા સામે આવતા રહે છે જેમાં આ ભગવાન સમાન ગણાતા ડોક્ટર જ માનવ જીવ અને તેમના સ્વાસ્થ સાથે રમત કરતા હોય તેમ જણાય છે. તાજેતર માં જ અમદાવાદમાં ફરી એક વાર આજો જ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે જેમાં યોગ્ય અને જરૂરી ભણતર તથા ડિગ્રી ન હોવા છતાં કેટલાક લોકો વર્ષોથી પોતે ડોક્ટર તરીકેની ઓળખ ઉભી કરી સામાન્ય અબોધ પ્રજાના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ખેલી રહ્યા છે અને એના માટે પ્રજા પાસેથી મોટી રકમ ફી પેટે પડાવી રહ્યા છે.
અમદાવાદ ના સ્લમ એરિયામાં આવા બોગસ ડોકટરો જે કોઈ પણ જાત ની ડીગ્રી કે અભ્યાસ વગર પોતાનું દવાખાનું ચલાવે છે. આવા ખોટા બની ગયેલા ડોકટરો ગામડાની અભણ અને ગરીબ પ્રજા પાસેથી મોટી ફી ઉઘરાવે છે અને એમના આરોગ્ય સાથે ચેડા કરે છે. જો આવા ડોકટરો સામે યોગ્ય પગલા ભરવામાં નહિ આવે તો આવી ભોળી, અભણ અને ગરીબ પ્રજાનું જીવન જોખમાય જાય. તો તંત્ર ને આવા બોગસ ડોક્ટરોની જાણ નથી ક શું? એ એક પ્રશ્ન થઈ રહ્યો છે. તંત્રએ જેમ બને તેમ સમાજમાં ફરતા આવા રક્ષકના વેશમાં ભક્ષકોને જેલના સળિયા પાછળ ધકેલી સમાજ તરફ પોતાની નૈતિક જવાબદારી પૂરી કરવી જોઈએ. તેમજ ફરી વાર આવા બોગસ ડોક્ટર દેશની ભોળી પ્રજાના આરોગ્ય સાથે રમતના કરે તે માટે યોગ્ય તકેદારીના પગલા પણ લેવા જોઈએ. બસ હવે એજ જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે પોતાની આંખ ઉઘાડીને આવ બોગસ ડોકટરો સામે કડક પગલા ભરે છે.