ગેલેક્સી ગૃપના બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ, પોલીસ ની સફળ કામગીરી

ગુજરાતમાં ગુનાખોરીનો ફેલાવો વધી રહ્યો છે અને સરકાર કાલ્પનિક દાવાઓ કરી રહી છે કે ગુજરાત સુરક્ષિત છે. ગુનેગારોને હવે જાણે કાયદો તોડવાની મજા આવી રહી હોય એમ પોલીસની પણ ગભરાહટ રહી નથી. જ્યારે અવારનવાર અપહરણો જેવી ઘટના બનતી રહે છે. અમદાવાદના અગ્રણી ગેલેક્સી ગૃપના બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી અપહરણ કરતાઓ દ્વારા માંગવામાં આવી હતી. આ ઘટનાથી ચારેબાજુ ચકચાર મચી ગયી છે. રજનીકાંતભાઈ પટેલ તેમની ગાડીમાં બપોરે ઘરે જમવા જઇ રહ્યા હતા. ત્યારે એ સમયે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા શ્યામ કુટીર-૫૬ની સામેથી બે બાઇક પર આવેલા માણસો રજનીકાંતની ગાડીમાં જ તેમનું અપહરણ કરી રાજસ્થાનના સિરોહી લઇ ગયા હતા. ત્યાર બાદ તેમના ભાઇ દિનેશભાઈને ફોન કરી રજનીકાંતનું અપહરણ કરી તેમને છોડવા માટે ૫ કરોડ રૂપિયાની ખંડણી કરવામાં આવી હતી. આ ફોનના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને ઘટના સ્થળના સીસીટીવીને આધારે તપાસ આગળ વધારી હતી.

જો કે રાજસ્થાન પોલીસ, બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૬ કલાકમાં ૪ અપહરણકર્તાઓને અમીરગઢથી ઝડપી લઇ રજનીકાંતભાઈને છોડાવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ ચાલુ જ છે.મળેલ માહિતી અનુસાર, પાંચેય અપહરણકર્તા પ્રોફેશનલ ગેંગ સાથે સંકળાયેલા ન હતા. પોલીસે સાંજ સુધીમાં અમીરગઢ પાસેથી આરોપીને ઝડપી લીધા અને બિલ્ડર રજની પટેલને છોડાવી લીધા હતા. મળેલ માહિતી અનુસાર, એક આરોપી રજની પટેલની સોસાયટીમાં જ રહેતો હતો. આ ઉપરાંત આરોપી ભૂપત રબારી બનાસકાંઠાનો રહેવાસી છે, જ્યારે અનીકેત પાલ, શ્રીકૃષ્ણ તોમર અને આનંદકુમાર નરોડાના જ રહેવાસી છે. જેથી તેમણે રજનીકાંતભાઇ સાથે મારઝૂડ કે કોઇ જબરજસ્તી કરી નહોતી. રજનીકાંતભાઇનો ડ્રાઇવર રજા પર હોવાથી તેઓ જાતે ગાડી લઈને નીકળ્યા હતા. અનિકેત પાલ કોલેજમાં અભ્યાસ કરે છે, પરંતુ તેને રાતોરાત પૈસાદાર બનવું હોવાથી અન્ય વિદ્યાર્થી તેમજ સિક્યુરિટી ગાર્ડ તેવા આનંદકુમાર તોમરને સાથે રાખી આ કાવતરું ઘડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *