અમદાવાદમાં સિવિલ હોસ્પિ.ની મહિલા ડૉક્ટરનો આપધાત , હતી પ્રેગ્નન્ટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા ડોકટરે આપઘાત કરી લેતા ચકચાર ખળભળાટ મચી જવા પામ્યો છે. લગ્નને અઢી વર્ષ જ થયા હતા. જો કે તેમણે આગામી પહેલી મેના રાજ પરીક્ષાઓ શરૂ થતી હતી. તેમણે પરીક્ષાના ડરથી આવું આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું મનાય છે. તેમનો મૃતદેહ છત પરથી મળી આવ્યો હતો. તેમના બંને હાથમાં ઈન્જેક્શન માર્યાના નિશાન હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં ફરજ બજાવતા મહિલા ડ઼ોક્ટર લોહિયા થેદરાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મહિલા ડોક્ટર ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતા. તેમના પતિ વડોદરામાં તબીબ તરીકે ફરજ બજાવે છે. આ મહિલા ડોક્ટરે ઈન્સ્યૂલિનનું ઈન્જેક્શન લઈ આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં સોપો પડી ગયો હતો. મૃતક ડોક્ટર ગર્ભવતી હતા. તેમનો મૃતદેહ છત પરથી મળી આવ્યો હતો. તેમના બંને હાથમાં ઈન્જેક્શન માર્યાના નિશાન હતા. જો કે આ અંગે જાણ થતાં જ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પણ તે મૃત્યુ પામ્યા હતા.

તેમના ડેડબોડીનું પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એટલું જ તેમના રૂમ પાર્ટનરની પણ પૂછપરછ કરવામાં આવશે.
મૃતક મહિલા ડોક્ટરે શા માટે આપઘાત કરી લીઘો તેનું ઠોસ કરાણ જાણવા મળ્યું નથી. પણ પહેલી મેથી પરીક્ષાઓ શરૂ થતી હોવાથી તેના ડરમાં આપઘાત કરી લીધો હોવાનું હાલ માનવામાં આવે છે. જો કે આ મહિલાએ આપઘાત કરી લીધો ત્યારે તેમના રૂમ પાર્ટનર હોસ્ટેલમાં જ હતા. આ કેસમાં પોલીસની પૂછપરછ હાલ ચાલું છે. મૃતકના માતાપિતાની પૂછપરછ હાલ ચાલું છે. મૃતકના પતિની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. તે પછી સાચી ખબર તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે પછી જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *