મહિસાગર નદીમાં હોડી પલ્ટી જવાનો બનાવ બન્યો છે. આ હોડીમાં 15 છોકરાઓ સવાર હતા. જેમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે
ખેડા જિલ્લાના ઠાસરા પાસાને રાણીયાથી પસાર થતી મહીસાગર નદીમાં આ બનાવ બન્યો હતો. ખેડા જિલ્લાના જુદા જુદા ગામોના અંદાજે 15 છોકરાઓ રાણિયા ગામથી સામેના છેડે જઈ રહ્યા હતા. જેમાં નાવડી અચાનક તૂટી જવાને કારણે નદીમાં ડૂબી ગઈ હતી. જેને કારણે હોડીમાં સવાર યુવકો પણ પાણીમાં ગરક થયા હતા. હોડી પલટી ખાઈ જતા યુવકો પાણીમાં ડુબ્યા હતા. તેઓ ઊંધા પટકાતા તેમને માથાના ભાગે માર વાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કે અન્ય યુવકોને ખેડા જિલ્લામાં આવેલ ડાકોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
હોડી ડૂબ્યા બાદ હોડીમાં વિદ્યાર્થીઓ સવાર હતા, તેવી વાતો વહેતી થવા હતી. પરંતુ આ વિદ્યાર્થીઓ ન હતા. આસપાસના ગામના યુવકો જ હતા. જેઓ એકસાથે ક્યાં જઈ રહ્યા હતા તેની હજી પુષ્ટિ થઈ નથી.
સૂત્રોના કહેવા અનુસાર, વિદ્યાર્થીઓ પાવાગઢ જતા હતા તેવું કહેવાય છે.