સુરતમાં વિજય સેલ્સ ના શોરૂમમાં લાગી આગ,હોસ્પિટલનો સ્ટાફ ફસાતા લોકોનું રેસ્ક્યુ

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આગ લાગવાના કિસ્સાઓમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં વિજય સેલ્સના શોરૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરવામાં આવી હતી. અને આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બચાવવાની અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આગના પગલે આખા બિલ્ડિંગમાં ધૂમાડો ફાલાતા લોકોને શ્વાસ લેવાની તકલિફ પડી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

શોરૂમના ઉપરના માળે આંખની હોસ્પિટલ પણ આવેલી છે જેમાં પણ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલમાં ડોક્ટરો સહિત 32 જેટલા લોકો ફસાયા હોવાનું જણાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. અને એક પછી એક લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે 15 જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ બહાર નીકળવા જતા ધુમાડો વધી જતા ફસાઈ ગયા હતા. કેટલાક લોકો હોસ્પિટલના કાચ ખોલી બહાર સાઈડ પણ આવી ગયા હતા. તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *