અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં રહેતી પરણિતાને મોબાઈલ ઉપર આઈ લવ યુ, હું તારા વગર રહી નહીં શકુ જેવા મેસેજ મોકલીને અમદાવાદ અને પાલનપુરમાં જુદી-જુદી જગ્યાએ હોટલોમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યાની ઘટના બહાર આવી છે. બે બાળકોની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે રાકેશ મકવાણા નામના આ શખ્સ ની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
મહિલા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુરમાં રહેતા રાકેશ મકવાણા માર્ચ ૨૦૧૩થી પરણિતાના મોબાઈલ ઉપર ફેન્ડશીપ કરી આઈ લવ યુ, હું ઝેર ખાઈ મરી જઈશના મેસેજ મોબાઈલ પર મુકયા હતા. પછી પરણિતાને ગીફટમાં જુદી-જુદી વસ્તુઓ આપી હતી. ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપીને અમદાવાદ, પાલનપુરમાં જુદી-જુદી હોટલોમાં લઈ જઈને મરજી વિરુધ્ધ દુષ્કમ આચરતો હતો.
તા. ૧૩-૧-૨૦૧૮ના રોજ એ યુવતી પાલનપુર ગઈ હતી અને તેના માતા-પિતા સાથે મુલાકાત કરાવવાનું કહીને કરાવી નહોતી. આ પછી પરત પરિણીતાને અમદાવાદ બસમાં મોકલીને આઠ દિવસ સુધી કોઈ ફોન ઉપાડયો નહોતો. આઠ દિવસ બાદ રાકેશે પરણિતાને કહ્યુ કે, હું તારી સાથે લગ્ન કરી શકુ તેમ નથી તુ તારો રસ્તો કરી લેજે. ત્યારબાદ પરણિતાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે રાકેશ મકવાણા સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.