ઉત્તરપ્રદેશ માં 600 વિદ્યાર્થીઓએ મેળવી MBBSની નકલી ડિગ્રી : રેકેટ વર્ષ ૨૦૧૪થી ચાલી રહ્યું હતું

ઉત્તરપ્રદેશ અત્યાર સુધીમાં 600 અયોગ્ય વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી અપાવી હતી.પોલીસ દ્વારા એક ગેંગને પકડી પાડવામાં આવી છે. આ રેકેટ વર્ષ ૨૦૧૪થી ચાલી રહ્યું હતું. જેમાં પૈસાના આધારે મેડિકલના છાત્રોને પરિક્ષામાં પાસ કરી દેવામાં આવતા હતા અને બોગસ ડિગ્રીના આધારે વિદ્યાર્થીઓ ડૉક્ટર્સ પણ બન્યા છે. આ ઘટનામાં પોલીસે સોમવારે મુઝફ્ફરનગરની મેડિકલ કૉલેજના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ બંને લોકોએ પૈસાના બદલામાં પરિક્ષામાં એક્સપર્ટ્સની કોપી સામેલ કરી હતી.આ ઘટના અંગે પોલીસનું માનવું છેકે તપાસ દરમ્યાન હજુ પણ અનેક વિદ્યાર્થીઓના નામ સામે આવી શકે છે. આ સિવાય ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીના ૬ અધિકારી સહિત અન્ય ૯ લોકોની પણ ધરપકડ કરાઇ છે. ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટીમ ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છેકે મુઝફ્ફરનગરની મેડિકલ કૉલેજના બે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમની ટીમમાં એક યુવતી પણ સામેલ છે. પરંતુ હાલમાં તેની ધરપકડ કરવામાં આવી નથી.

STFના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સાથે મળેલા હતા અને તેઓ ઉત્તરવહી બદલીને એક્સપર્ટ્સની કોપી મૂકી દેતા હતા. આ માટે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી એક લાખથી પણ વધુ પૈસા વસુલતા હતા. તો બીજી તરફ અન્ય પ્રોફેશનલ કોર્સ માટે પણ આશરે ૪૦ હજાર લેવામાં આવતા હતા.

પોલીસને ચાલી રહેલા આ કૌભાંડની જાણ થતા આ બાબતે બે વિદ્યાર્થીની ઉત્તરવહી જપ્ત કરી તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે. STF ઇન્ચાર્જ બ્રજેશ સિંહે કહ્યું કે ૧૫ માર્ચે સમાપ્ત થયેલી પરિક્ષા સારી ન જતા બંને વિદ્યાર્થીઓએ એક મહિલાની મુલાકાત લીધી હતી. જેણે કહ્યું હતું કે એક લાખ રૂપિયા આપવાથી તમારી ટેસ્ટ કોપી બદલીને એક્સપર્ટ્સની કોપીને મુકી દેવામાં આવશે. આમ આ રીતે તેમના વચ્ચે ડીલ ફાઇનલ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *