‘અનલિમિટેડ’ વાઈફાઈ : અ‘વાદ વાસીઓને પડશે જલસા, આ જગ્યાઓ પર મળશે અનલિમિટેડ ફ્રી ‌વાઈફાઈ

કોર્પોરેશન દ્વારા સોમવારથી બીઆરટીએસના 145 બસ સ્ટેન્ડ પર ‘ફ્રી વાઈફાઈ’ સેવાનો પ્રારંભ કરાશે. ‘જનમિત્ર વાઈફાઈ યોજના’ અંતર્ગત જનમાર્ગના બસ સ્ટેન્ડ ઉપરાંત મ્યુનિ.ની 6 ઝોનલ કચેરી, વી. એસ., એલ.જી., શારદાબેન અને નગરી આઈ હોસ્પિટલ, ડેન્ટલ કોલેજ, ખોખરા, એન.એચ.એલ. મેડિકલ કોલેજ તથા એમ. જે. લાઈબ્રેરી ખાતે ‘વાઈફાઈ’ સુવિધાનો લાભ મળશે.

આ તમામ લોકેશન પર ‘અનલિમિટેડ’ વાઈફાઈ સુવિધા મેળવી શકશે. મોટાભાગે વિદ્યાર્થીઓ સહિત ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાથી તેમને ધ્યાનમાં રાખીને ફ્રી વાઈફાઈ યોજનો પ્રારંભ કરાશે. કમિશનર કુમાર અને ડે. કમિશનર રાકેશ શંકરે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરીજનોને ફ્રી વાઈફાઈ સુવિધાનો લાભ મળી શકે તે માટે ‘જનમિત્ર વાઈફાઈ યોજના’ સોમવારથી શરૂ કરાશે. બી.આર.ટી.એસ.ના 145 બસ સ્ટેન્ડ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વાઈફાઈ સુવિધાનો લાભ મળશે.

રાજકોટ: BRTSના તમામ સ્ટોપ ફ્રી વાઈફાઈ ઝોન, રૂપાણીના હસ્તે લોન્ચિંગ

આ સુવિધા ફક્ત બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જ ઉપલબ્ધ હશે. બીઆરટીએસ રૂટ પર દોડતી બસમાં આ સેવા મળશે નહીં. મ્યુનિ. દ્વારા બહાર પાડવામાં આવેલ જનમિત્ર કાર્ડ ધારકોને જનમાર્ગના બસ સ્ટેન્ડ સહિતના અન્ય લોકેશન પર દરરોજ 2 એમપીબીએસ સ્પીડ મળશે. જનમિત્ર કાર્ડ ધરાવનારના મોબાઈલ મ્યુનિ. રેકર્ડ અને સેવાઓ સાથે લિન્ક છે.

જનમિત્ર કાર્ડ નહીં ધરાવનારને 1 એમપીબીએસ સ્પીડનો લાભ મળશે. ‘અનલિમિટેડ ફ્રી વાઈફાઈ’ સુવિધાનો આઈએસઆઈ સહિત ત્રાસવાદી સંસ્થા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દુરૂપયોગ ન થઈ શકે તે માટે જન હિત સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સુવિધા માટે ઓટીપી લેવો ફરજિયાત રહેશે. નાગરિકોને આ સુવિધા પૂરી પાડવા મહિને રૂ. 5 લાખનો ખર્ચ અને વર્ષે દહાડે રૂ. 60 લાખનો ખર્ચ થશે. શહેરના 145 બીઆરટીએસ જંક્શન ખાતે ઓપ્ટિકલ ફાઈબર નાંખેલા હોવાથી ફક્ત 15 દિવસમાં જ ફ્રી વાઈફાઈ સુવિધાની કામગીરી પૂરી કરી શકાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *