ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ વધતા કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો હતો. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નહીં. આ સિવાય આણંદ,ડાંગ,પાટણ,છોટા ઉદેપુર,તાપી અને પોરબંદરમાં એક્ટિવ કેસની સંખ્યા 50 કરતાં ઓછી છે.
બનાસકાંઠા જીલ્લામાં 28 ઓગસ્ટના કુલ એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય થઈ જતાં બનાસકાંઠા જિલ્લો કોરોનમુક્ત થઈ ગયો.આ સિવાય આણંદ જીલ્લામાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 49 છે. ડાંગ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 18 છે. છોટા ઉદેપુર જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 43 છે. પાટણ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 40 છે. તાપી જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 20 છે. પોરબંદર જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 10 છે. આ જિલ્લાઓ પણ જલ્દી કોરોનામુક્ત થઈ શકસે છે.