સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, સુશાંતના મિત્ર ગણેશે કર્યો ચોંકાવનારો ખુલાસો

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂત સાથે જોડાયેલા લોકો વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે સુશાંતસિંહની હત્યા કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતના મિત્ર ગણેશ હીવરકરે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુશાંતની હત્યા 13 જૂને થઈ હતી. મિત્ર ગણેશ હીવરકરે કહ્યું કે સુશાંતના ઘરે 13 જૂને રાત્રે કેટલાક લોકો આવ્યા હતા. જેને લઈને તેને શંકા છે કે સુશાંતની હત્યા 13 જૂનની રાત્રે કરવામાં આવી. ગણેશ હીવરકરના જણાવ્યા મુજબ 13 જૂને થયેલી પાર્ટીમાં કોણ કોણ સામેલ હતું. સુશાંતની હત્યામાં કોનો કોનો હાથ છે જેને લઈને તે ખુલાસો કરવા માગે છે.ગણેશ હીવરકરે વધુ માં જણાવ્યુ હતું કે તેને પોલીસ સુરક્ષાની જરૂર છે. તેમને ધમકી ભર્યા મેસેજ આવી રહ્યા છે અને તેને ચૂપ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તે ચુપ નહીં રહે.

ગણેશ હીવરકરના જણાવ્યા મુજબ સુશાંતના મિત્ર સંદીપસિંહને સુશાંતની હત્યા થવાની છે તેના વિશે તમામ માહિતી હતી. તેણે જણાવ્યુ કે સંદીપસિંહ કહી રહ્યો છે કે તેને સુશાંતના મોતના સમાચાર ઘણા સમય પછી મળ્યા તે વાત તદ્દન ખોટી છે. તે ખોટું બોલી રહ્યો છે. ગણેશે હીવરકરે દાવો કર્યો છે કે સંદીપસિંહના કોઈ મિત્રએ તેને જણાવ્યું હતું કે સુશાંતે દિશાના મોતને લઈને સંદીપ સાથે વાત કરી હતી. ત્યાર બાદ સંદીપે દિશાના હત્યારાઓને જાણકારી આપી દીધી હતી. જેના લીધે દિશાના હત્યારાઓએ સુશાંતની પણ હત્યા કરી દીધી. ગણેશે દાવો પણ કર્યો છે કે તેને એ તમામ લોકોના નામ ખબર છે જે સુશાંતની હત્યા પાછળ હોય શકે છે.

ગણેશ હીવરકર સિવાય સુશાંતના મિત્ર અને પૂર્વ મેનેજર રહેલા અંકિત આચાર્ય દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતનું ગળું તેના ડોગ ફઝના બેલ્ટથી દબાવવામાં આવ્યું હતું. અંકિતે કહ્યું કે તેને પણ ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. પરંતુ તે સત્યને બધાની સામે લાવીને રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *