કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, RC, પરમિટ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. આવી સ્થિતિમાં જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ વગેરે દસ્તાવેજની મુદત પૂર્ણ થઈ ગઈ તેઓને 31 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે. આ પહેલા અંતિમ તારીખ સપ્ટેમ્બર સુધી હતી.
કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે સમયમર્યાદા સમાપ્ત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, ફિટનેસ સર્ટીફિકેટ, તમામ પ્રકારના પરમિટ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની માન્યતા 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. આ પછી સરકારે આ સમયમર્યાદા સપ્ટેમ્બર અને હવે 31 ડિસેમ્બર સુધી લંબાવી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ કચેરીઓમાં ઓછામાં ઓછી ભીડ એકત્રીત કરવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉન અને કલમ 144 હજી પણ ઘણી જગ્યાએ છે. દસ્તાવેજોના નવીકરણની કામગીરીને અસર થઈ છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના નવીકરણની છેલ્લી તારીખ વધારવાનો નિર્ણય લીધો છે.