સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી રહેલા વિશેષ જજ એસકે યાદવની ટ્રાયલની સ્ટેટ્સ રિપોર્ટ જોયા બાદ કેસની સુનવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. આ અગાઉ 31 ઓગસ્ટ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવાનો સમય આપ્યો હતો. નોંધનીય છે કે, આ મામલે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિત ઘણાં નેતોઓ આરોપી છે.
સુપ્રીમ કોર્ટે 8 મેના રોજ કેસની સુનવણી બાદ ટ્રાયલને પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ 2020 સુધીનો સમય આપ્યો હતો ત્યારે કોર્ટે કહ્યું કે લખનઉમાં CBIની ખાસ કોર્ટ ઓગસ્ટના અંત સુધીમાં સુનાવણી પુર્ણ કરી નિર્ણય આપે. CBI કોર્ટ ઓગસ્ટની સમયમર્યાદાનું ઉલ્લંઘન કરે નહી. CBI કોર્ટને વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. સ્પેશિયલ જજ એસકે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને વધારે સમયની માંગણી કરી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1992 બાબરી મજસ્જીદ વિધ્વંસ મામલે વિશેષ CBI કોર્ટ સામે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન આપ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી લખનઉની ખાસ CBI કોર્ટ સામે વીડિયો લિંકના માધ્યમથી જોડાયા હતા. 4.5 કલાક ચાલેલી સુનવણી દરમિયાન કોર્ટે અડવાણીને 100થી વધારે સવાલ પુછ્યા. અડવાણીના વકિલે જણાવ્યુ હતું કે, પોતાના વિરુદ્ધ તમામ આરોપોનો તેમણ અસ્વીકાર કર્યો.