સુશાંત સિંહ રાજપૂતના ઘરે CBIની ટીમ ક્રાઈમ સીનને કરશે રીક્રિએટ

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ હવે CBI કરી રહ્યું છે. પહેલા દિવસે CBIની ટીમ આ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે પણ CBIની ટીમ સુશાંતના મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત સુશાંતના કુક નીરજની પણ ફરી થી બીજી વાર પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો સાથે પૂછપરછ કરવામાં આવી હતી. CBIના અધિકારીઓ સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચ્યા છે. જ્યાં ક્રાઈમ સીન રીક્રિએટ કરવામાં આવશે. અને એક ડમી ટેસ્ટ પણ કરવામાં આવશે.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી CBIની ટીમ સુશાંતસિંહ રાજપૂતના ફ્લેટમાં ક્રાઈમ સીનને રીક્રિએટ કરશે. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની અને સુશાંતના સ્ટાફ નીરજ અને દીપેશ સાવંત પણ CBI અધિકારીઓની સાથે છે. દિલ્હીથી પહોંચેલી ફોરેંસિક ટીમ પણ CBI ટીમની સાથે હાજર છે.

સુશાંતસિંહ રાજપૂતના ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શનની તપાસ કરી રહેલી EDની ટીમ હવે રિયા ચક્રવર્તીના ઈંટરનેશનલ ટ્રાન્જેક્શનની પણ તપાસ કરશે. EDએ ફાઈનાન્સિયલ યૂનિટથી રિયા ચક્રવર્તીના બિઝનેસ અને ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શનની રિપોર્ટ માંગવામાં આવી છે. જે તેણે 25 દિવસના યૂરોપ ટૂર દરમિયાન કર્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી CBIની ટીમ રિયા ચક્રવર્તી સાથે પણ સવાલ જવાબ કરી શકે છે.

CBI પહેલા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં EDએ પણ ત્રણ રાઉન્ડમાં પૂછપરછ કરી હતી. EDએ રિયાના બંને મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી લીધા છે. CBIની ટીમ સુશાંતસિંહ રાજપૂતના કુક નીરજ અને હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડા સિવાય અન્ય 4 લોકોનું નિવેદન પણ દાખલ કર્યુ છે.

સુશાંત કેસની તપાસ કરી રહેલી CBI ટીમે બીજા દિવસે કૂપર હોસ્પિટલ પહોંચી હતી.કપૂર હોસ્પિટલમાં જ સુશાંતસિંહ રાજપૂતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં શબઘરમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રી આપવાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં રિયા 45 મીનિટ સુધી રોકાઈ હતી. હોસ્પિટલમાં વિવિધ 5 ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. જેણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *