મહત્વના સમાચાર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના સચણામાં શીપ બ્રિકિંગ યાર્ડ બનાવવાની આપી મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી મોટો નિર્ણાયક અભિગમ અપનાવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રિકિંગ યાર્ડની મંજૂરી આપી છે. જેથી હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં મોટું યાર્ડ બનશે. આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું આ યાર્ડ હશે. જેના કારણે આસપાસના લોકોને રોજગારીની તકો ઉભી થશે.

મળેલ માહિતી અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. સીએમ વિજય રૂપાણીની આ જાહેરાતથી જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે.

જામનગરના સચાણામાં નવું શિપ બ્રેકિંગ યાર્ડને મંજૂરી મળતા હવે મોટા અને વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના શિપ સચાણામાં આવશે. લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાના CM નિર્ણયને ખરેખર આવકાર દાયક છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ પહેલના ફળદાયી પરિણામરૂપે 2012થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ ફરીથી પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે.

મુખ્યમંત્રીના આ દૂરોગામી નિર્ણયથી દેશવિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને કસ્ટમ GST સહિતનું હૂંડિયામણ મળતું થશે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની મુખ્યમંત્રીની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *