અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી હોટલ વિનસમાં છોટા શકીલના શાર્પ શૂટર્સ છુપાયા હોવાની બાતમીના મળી હતી. નોંધનીય કે આ આધારે ATSની ટીમે રેડ કરી હતી. આ રેડ દરમ્યાન શાર્પ શૂટર્સે ATSની ટીમ પર ગોળીબાર કર્યો હતો. નામચીન ડોન છોટા શકીલના શાર્પ શૂટરોએ ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર હુમલો કરતા પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે આ શાર્પ શૂટરો રાજ્યના પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયાની હત્યા કરવા માટે આવ્યા હતા તેવા અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં બેઠા બેઠા ગેંગેસ્ટર છોટા શકીલના શાર્પ શૂટર્સ અમદાવાદમાં મોટી ઘટનાને અંજામ આપવા આવ્યા હતા. ગુજરાત ATS એ એક આરોપીની બે પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.
ગુજરાતના ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી શાર્પશૂટરો આવ્યા હતા. આ ધર્પ શૂટરો ને છોટાશકિલે પાકિસ્તાનથી આદેશ આપ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રીએ ગોરધન ઝડફિયા સાથે આ મામલે વાતચીત કરી છે.