હવે ૭૦થી વધુ માળની ગગનચુંબી ઇમારતો બનાવવાની અપાશે પરવાનગી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાંચ મુખ્ય મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સિંગાપોર અને દુબઈ જેવી ગગનચુંબી ઇમારતોને બાંધકામ પરવાનગી આપવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. અત્યાર સુધી ૨૨-૨૩ માળ માટે મંજૂરી અપાતી હતી પરંતુ હવે ૭૦થી વધુ માળની ઇમારતોને અને આઇકોનિક સ્ટ્રક્ચર્સને પરવાનગી અપાશે. ટૂંકમાં અત્યાર સુધી ઇ૧, ઇ૨ કોમર્શિયલ ઝોન વગેરેમાં બેઈઝ FSI ૧.૨ મળતી હતી અને આ ઉપરાંત ઝોનવાર અમુક ચાર્જેબલ FSI મળતી હતી, હવે બેઇઝ FSI ઉપરાંત ૪.૨ FSI ચાર્જેબલ મળશે, એટલે કે બિલ્ડરો કુલ ૫.૪ FSI નો લાભ લઈ શકશે. આ FSI નો લાભ ૩૦ મીટરથી વધુ પહોળા ટીપી-ડીપી- રસ્તા ઉપર મળશે. આ ચાર્જેબલ FSI જંત્રીદરના ૫૦ ટકા રેટથી મળશે.

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજ્યના આ પાંચ મહાનગરોમાં અત્યારે અમલી CGDCR- ૨૦૧૭માં ઊંચી બિલ્ડિંગ્સ- ગગનચુંબી ઇમારતો માટેના આ નવા રેગ્યુલેશન્સ સમાવવાનો નિર્ણય લીધો છે.  છેલ્લા ૪ વર્ષના શાસન દરમિયાન ૨૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હતું કે, સર્વિસ રોડનો વધારે માં વધારે ઉપયોગ થઈ શકે અને વધુ લોકોને સમાવિષ્ટ કરવા ર્વિટકલ ડેવલપમેન્ટ જરૂરી છે અને આને કારણે એફોર્ડેબલ મકાનોની કિંમતમાં પણ ઘટાડો થશે.  ગગનચુંબી ઇમારતો માટે મુંબઈ, દિલ્હી જેવા શહેરોના બાંધકામના નિયમોનો અભ્યાસ કર્યા બાદ નિયમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જેમાં સ્ટ્રક્ચરલ સેફ્ટી, ફાયર સેફટી, ટેક્નિકલ મુદ્દાઓની મંજૂરી માટે હવે ટેક્નિકલ કમિટી બનશે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ ગગનચુંબી ઇમારતો બાંધવા માટે મંગળવારે સાંજે બહાર પડેલા જાહેરનામાનો હેતુ સમજાવતા જણાવ્યું છે કે, અત્યાર સુધી અમદાવાદમાં આશ્રમરોડ અને રિવરફ્રન્ટ ઉપરના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ કોરિડોરમાં, મેટ્રો-BRTS પરિવહન  રૂટ ઉપર કે ગિફ્ટ સિટી માં ઊંચી બિલ્ડિંગ બાંધવા સ્પેશિયલ કેસમાં વધુ FSI અપાતી હતી, હવે બધા એક સરખા ગણી પાંચ અર્બન ઓથોરિટીના એરિયામાં  ૩૦ મીટરનો પહોળો રસ્તો હોય તો ૨,૫૦૦ કે ૩,૫૦૦ ચો.મિ.ના પ્લોટમાં ૧૦૦થી ૧૫૦ મીટર અને ૧૫૦ મીટરથી વધુ ઊંચી બિલ્ડિંગની મંજૂરી સત્તાના નિયમના આધારે આપવામાં આવસે. મુંબઈમાં ઊંચા બિલ્ડીંગની મંજૂરી 18 મીટર પહોળા રસ્તા પર અપાય છે પણ આપડે અહિયાં 30 મીટર પહોળા રસ્તા પર બિલ્ડીંગ બનાવાની મંજૂરી આપવામાં આવી છે.

 

ગગનચુંબી ઇમારતો માટે મહત્ત્વના મુદ્દા 

  1. ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા તથા લઘુતમ પહોળાઈઃ ઊંચાઈ ૧.૯થી વધુ હોય તે બિલ્ડિંગ્સને લાગુ પડશે.
  2. અત્યારના CGDCRમાં બેઇઝ FSI 1.2 મળે છે, પણ હવે મહત્તમ ૫.૪ FSI એટલે કે ૪.૨ ટકા ચાર્જેબલ FSI જંત્રીદરના ૫૦ ટકા રેટથી મળશે.
  3. ૩૦ મીટરથી વધુ પહોળા રસ્તા ઉપર ગગનચુંબી બિલ્ડિંગ બનાવી શકાશે.
  4. આવા બિલ્ડિંગ્સમાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ફેસિલિટી, વિન્ડ ટનલ ટેસ્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફરજિયાત હોવું જોઈએ.
  5. ૧૦૦થી ૧૫૦ મીટર ઊંચાઈ માટે ૨,૫૦૦ ચોરસમિટરનો અને ૧૫૦ મીટરથી વધુ ઊંચાઈ માટે ૩,૫૦૦ ચોરસમિટરનો પ્લોટ જોઈશે.
  6. સ્પેશિયલ ટેક્નિકલ કમિટી બનશે, જે ચકાસણી કરી મંજૂરી આપશે.
  7. રહેણાંક, વાણિજય તથા રિક્રિયેશન ત્રણેય મિક્સ બાંધકામ કરી શકસે.
  8. ડા, સુડા, વુડા, રૂડા અને ગુડામાં આ ઊંચી ઇમારતો બનાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *