સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ કરવાનો હુકમ કર્યો છે. હવે CBI આ કેસની તપાસ કરશે. સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર અને તેના ચાહકો ઘણા સમયથી CBI તપાસની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મહારાષ્ટ્ર સરકાર પડકારી શકે છે.
સુશાંતના પિતરાઇ ભાઇ નીરજસિંહ બબલુએ કહ્યું કે, આ નિર્ણય અમારા પરિવાર અને દેશના કરોડો લોકો માટે આવ્યો છે. અમે CBI તપાસને સમર્થન આપનારા બધા લોકોનો આભાર માનું છું હવે અમને ખાતરી છે કે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળશે.
સુશાંતસિંહ રાજપૂતના કુટુંબના વકીલ વિકાસ સિંહે જણાવ્યુ હતું કે, સુશાંતના પરિવાર માટે આ એક ખુબજ મોટી જીત છે. કોર્ટે પણ કબૂલ્યું હતું કે મુંબઈ પોલીસે આ મામલે કોઈ તપાસ હાથ ધરી નથી. આ એક ઐતિહાસિક નિર્ણય છે. ન્યાય તરફ આ પહેલું અને મોટું પગલું છે. હવે CBI તેની તપાસ શરૂ કરશે અને સુશાંતનો પરિવાર તેના મૃત્યુનું સત્ય જાણી શકશે. રિયાએ ગઈકાલે જારી કરેલું નિવેદન માત્ર સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવ્યું હતું.