રાજ્યમાં ઠેર ઠેર વરસાદ નો માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

છેલ્લા કેટલાક દિવસથી રાજ્ય માં ઠેર ઠેર વરસાદ નો માહોલ સર્જાયો. 3 દિવસ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ના કારણે કેટલાક વિસ્તારો માં પૂર સ્થિતિ સર્જાઈ છે. ગઈ કાલે ગીર ના જંગલ માં મેઘરાજા મન મુકી ને વરસ્યા હતા . ગીર ના જંગલ માં અંદાજિત 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સુરત ના માંડવી તાલુકા માં વરસાદ વરશયો હતો. આ સિવાય ગીર સોમનાથ ના તાલાલા તાલુકામાં અને તાપી ના ડોલવણ અને નવસારીના વાંસદા તાલુકા માં વરસાદ પડ્યો.

સુરત શહેર માં ઉપર ના વિસ્તાર માં વરસાદ પડવાથી તાપી નદી માં પાણી આવ્યું અને શહેરની 3 ખાડીઓ માં પાણી ઉભરાયા હતા. ઉપરાંત નીચાણ વાળા વિસ્તાર માં પણ પાણી ભરાયા હતા. ખાડી નજીક ના વિસ્તાર માં રેહતાં લોકોના ઘરો માં પાણી ભરાતા લોકોએ હાલાકી નો સામનો કરવો પડ્યો.

સુરતના જિલ્લાના માંડવી તાલુકામાં સવાર થી સાંજ સુધી વરસાદ પડ્યો.સવારથી માંડી ને સાંજ સુધી અંદાજિત 10 ઇંચ જેટલો વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.તે ઉપરાંત મહુવામાં ૯.૨ ઇંચ, બારડોલીમાં ૫.૯૨ ઇંચ, ચોર્યાસીમાં ૪.૩૬ ઇંચ, પલસાણામાં ૪.૯૬ ઇંચ જ્યારે તાપી જિલ્લાના ડોલવણમાં ૬.૮ ઇંચ, વાલોદમાં ૬.૧૬ ઇંચ, વ્યારામાં ૪.૪૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લામાં ૧૨થી વધુ ગામ અને નવસારીમાં ૨૪૦ વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે બારડોલીમાં બામણી ગામના હળપતિવાસમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *