ઉત્તરપ્રદેશમાં એક પછી એક બળાત્કારની ઘટના ઘટી રહી છે. ત્યારે ગોરખપુરમાં દરિંદોએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી છે. અહીંના બડહલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ બેલસડીમાં 17 વર્ષની દલિત છોકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ સગીર છોકરીને સિગરેટથી કેટલીય દામ આપ્યા છે.17 વર્ષીય પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પીડિતાના પિતાના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 8 વાગ્યાની આજુબાજુ છોકરી પોતાના ઘરની સામે આવેલા હેડ પંપ પર પાણી ભરવા ગઇ હતી. એટલી વારમાં અર્જુન નિષાદ નામનો શખ્શ પોતાના એક અજ્ઞાત સાથે બાઇક પર આવ્યો અને મારી છોકરીનું મોં દબાવી અપહરણ કરી લઇ ગયો.