સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કૃષ્ણ મોરારીએ પ્રશાંત ભૂષણના ટ્વિટ મામલે ફેંસલો સંભળાવ્યો. છે. સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને 4 પૂર્વ CJI વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું. સુપ્રીમકોર્ટે માનહાની કેસ અંગે સિનિયર વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. હવે સજા મામલે આગામી 20 ઓગસ્ટના રોજ સુનાવણી થશે.
વકીલ પ્રશાંત ભૂષણની આ બે ટ્વિટને ગણાવી માનહાની
પ્રથમ ટ્વિટ: 27 જૂન- જ્યારે ઇતિહાસકારો છેલ્લા 6 વર્ષ જુએ છે, ત્યારે તેઓ જાણે છે કે કેવી રીતે વગર ઈમરજન્સીએ દેશમાં લોકતંત્રને ખતમ કરવામાં આવ્યું. આમાં, તેઓ (ઇતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને 4 પૂર્વ CJIની ભૂમિકા પર સવાલ ઉઠાવશે.
બીજું ટ્વિટ : 29 જૂન- સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેનો હાર્લે ડેવિડસન બાઈક સાથે ફોટો શેર કર્યો હતો. CJI બોબડેની નિંદા કરતા લખ્યું હતું કે, તેમણે કોરોના મહામારીના સમયમાં અદાલતોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
ટ્વિટરને પણ ફટકાર લગાવી હતી
સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે ગત મહિને ટ્વિટરને પણ પૂછવામાં આવ્યું હતું કે માનહાની કેસમાં કાર્યવાહી શરુ કર્યા પછી પણ ટ્વિટ ડીલેટ કેમ કરવામાં આવી નથી? આ બાબતે ટ્વિટર તરફથી વકીલ સાજન પોવૈયાએ જણાવ્યું હતું કે, ” જો કોર્ટ કોઈ આદેશ આપે તો ટ્વિટ ડીલેટ કરવામાં આવી શકે છે. કંપની પોતે કોઈ ટ્વિટ ડીલેટ નથી કરી સકતી.”
સુપ્રીમ કોર્ટે માનહાની કેસમાં 3 લોકોને 3 મહિનાની જેલની સંભળાવી હતી સજા
સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે મેં માસમાં 3 લોકોને માનહાની કેસ અંગે 3 માસની જેલની સજા સંભળાવી હતી. આ લોકોએ કોર્ટની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે લોકોને સજા સંભળાવવામાં આવી હતી, તેમાં મહારાષ્ટ્ર અને ગોવા બાર એસોશિએશનના અધ્યક્ષ વિજય કુર્લે, ઇન્ડિયન બાર એસોશિએશનના અધ્યક્ષ નિલેશ ઓઝા અને એનજીઓ હ્યુમન રાઇટ્સ સિક્યોરિટી કાઉન્સિલ રાશિદ પઠાણ હતા.
વકીલ પ્રશાંત ભૂષણને પહેલા પણ માનહાની કેસમાં ફટકારાઇ હતી નોટિસ
સિનિયર વકીલ પ્રશાંત ભૂષણને નવેમ્બર 2009માં પણ સુપ્રીમ કોર્ટે માનહાની કેસ મામલે નોટિસ ફટકારી હતી. ત્યારે તેમને એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સુપ્રીમ કોર્ટના કેટલાક જસ્ટિસ પર ટિપ્પણી કરી હતી.