સુનીલ શેટ્ટીની એપ ટેલેન્ટ હન્ટને ભારત સરકારનો એવોર્ડ, એપ દ્વારા 1 લાખ થી વધારે લોકોને મળી નોકરી

બૉલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા ટેલન્ટ હન્ટ એપ્લીકેશનને ભારત સરકાર તરફથી આત્મનિર્ભર એપ્લીકેશન એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એપ્લીકેશન ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ એપ્લીકેશનના માધ્યમથી ૧ લાખ ૨૫ હજાર લોકોને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી ચૂકી છે. ફક્ત અભિનય ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રો જેવા કે એડિટિંગ, લેખન, સ્ક્રિપ્ટરાઇટિંહ વગેરેમાં નોકરી ઉપલબ્ધ કરવામાં આવી છે.

સુનીલ શેટ્ટીએ ફિલ્મ ટેલિવિઝ કન્ટેન્ટ એપની શરૂઆત કરી છે. ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ વધુ કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોને જોઇને તેમણે આ પ્રયોગ કર્યો જે સફળ સાબિત થયો છે. જેમાં લોકો પોતાના ઘરેથી ઓનલાઇન ઓડિશન આપવાનું હોય છે જેમાંથી તેમને શોર્ટલિસ્ટ કરીને ફોન કરવામાં આવે છે એ પછી સીધા નોકરી પર જઇ શકાય છે.

ભારત અને ઓવરસીઝ સાથે આ એજન્સી જોડાયેલી છે. જેથી નિર્માતા-દિગ્દર્શકો સુધી ભટકવું પડે નહીં. સુનિલ શેટ્ટીનું માનવું છે કે આ એપથી ઇન્ડસ્ટ્રીમાંની નેપોટિઝ્મની ફરિયાદ ઓછી થશે તેમજ મુંબઇ બહારથી આવેલા હજારો,લાખો લોકોને પણ પોતાના ગામ-શહેર છોડયા વિના જ તેમજ લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર નોકરી મળી શકશે.

ડિજિટલ ઇન્ડિયાની તરફ આ એક ખુબજ મોટું પગલું છે. આજે FTC દ્વારા ઘણા ડાઇરેકટર્સ, એકટર્સ, ટેકનિશિયન, રાઇટર્સને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી છે. આ લોકડાઉન દરમિયાન એક્ટર સુનીલ શેટ્ટીનું એક જ શમણું છે કે, નિષ્પક્ષ રીતે ડિજિટલથી લોકોને કામ આપી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *