આજે સુપ્રીમ કોર્ટમાં સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈ મહત્વનો ચૂકાદો

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઈ આજે સુપ્રીમકોર્ટમાં મહત્વનો ચુકાદો આવવાનો છે. રિયા ચક્રવતીની અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. આ અરજીમાં રીયા ચક્રવતીએ પટનામાં પોતાના વિરૂદ્ધ દાખલ થયેલ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટઆ વાતનો પણ નિર્ણય કરશે સુશાંત સિંહ કેસની તપાસ મુંબઈ પોલીસ કરશે કે CBI. દરેક પક્ષ આજે લેખિતમાં પોત પોતાનો જવાબ રજૂ કરશે.

રિયા ચક્રવતી વિરૂદ્ધ સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. રિયાએ તેના પુત્રને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો તેવો આરોપ સુશાંતના પિતા કે કે સિંહે લગાવ્યો છે. ઉપરાંત કે.કે.સિંહે રિયા ચક્રવતી ઉપર સુશાંતના પૈસા ગાયબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. મંગળવારે રિયા ચક્રવતીની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોના વકીલો વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. પરંતું સુશાંત કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી ઉપર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બુધવારે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે 9 પાનાનો લેટર જાહેર કર્યો છે. આ લેટરમાં સુશાંતના પરિવાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે પુત્રના મોત પછી તેને ધમકીઓ મળી રહી છે. લેટરમાં લખ્યું છે કે સુશાંતના પરિવારમાં ચાર બહેન અને એક વૃદ્ધ પિતા છે. બધાને પાઠ ભણાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એક એક કરીને દરેકના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *