શેરબજાર ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, સીધા સ્ટોક એક્સચેન્જ સાથે કરી શકશે વેપાર

ભારતમાં માર્કેટ રેગ્યૂલેટર શેરબજાર દ્વારા ડાયરેક્ટ માર્કેટ એકસેસની મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે હવે ગ્રાહકો સીધા શેર બજાર સાથે શેરનો ખરીદ વેચાણનો વ્યવસાય કરી શકશે.

આ પહેલા દેશભરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જમાં ગ્રાહકો ખરીદ-વેચાણનો વ્યવસાય સીધો કરી શકતા ન હતા અને એજન્ટ થકી જ શેરનો ખરીદ-વેચાણ વેપાર કરવો પડતો હતો પરંતુ તાજેતરમાં લેવામાં આવેલ આ નિર્ણયને કારણે હવે શેર બજાર સાથે જોડાયેલાં ગ્રાહકો સીધાં સ્ટોક એક્સચેન્જ સાથે વેપાર કરી શક્શે.

દેશમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે. ડાયરેક્ટ માર્કેટ ઍક્સેસ એક પ્રકારનું નાણાકીય બજારો સાથેનું ગ્રાહકનું સીધું જોડાણ છે. જે નાણાકીય બજારના ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરવાનું મુખ્ય કામ પૂરું પાડે છે. એક્સચેંજ એ બજારોમાં ગોઠવાયેલા અન્ય બજારો છે જ્યાં શેરો, ચીજવસ્તુઓ, ડેરિવેટિવ્ઝ અને અન્ય નાણાકીય સાધનોનો વ્યવસાય થાય છે. વિશ્વમાં એવા કેટલાક જાણીતા એક્સચેન્જો છે જેમાં DMA પદ્ધતિ અત્યારે કાર્યરત છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજ , નાસ્ડેક અને લંડન સ્ટોક એક્સચેંજ આજે DMA ની સેવાઓ તેમના ગ્રાહકોને પૂરી પાડી રહી છે.

હાલમાં  ડીલરો અથવા બ્રોકરો ગ્રાહકોને લે-વેચની તથા ગ્રાહક ઉપયોગી અન્ય સગવડો પૂરી પાડી રહ્યાં છે. જે આવનાર દિવસોમાં એક્સચેન્જ દ્વારા પૂરી પાડવામાં આવશે. DMA પદ્ધતિને કારણે હાલમાં કાર્યરત બ્રોકરોનો કપરો સમય આવી શકે છે. હાલમાં નાણાકીય બજારોના કુલ વેપારમાં 63% જેટલો વેપાર આ રજિસ્ટર્ડ બ્રોકરોના માધ્યમથી ધમધમી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *