અમદાવાદના સેન્ટ્રલ મોલમાં સોસિયલ ડિસ્ટન્સનું પાલન ના કરતાં મ્યુનિ. એ કર્યું સીલ

અમદાવાદ શહેરમાં કોરોના કેસ ની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સાવચેતીના ભાગ રૂપે શહેરના તમામ મોલને જાહેર કરેલી ગાઈડલાઇન નો અમલ કરવા કહ્યું છે કે, મોલમાં સામાજિક અંતર જાળવવું અને મોલમાં આવતા તમામ લોકો પાસે આરોગ્ય સેતૂ એપ હોય તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવે છતા શહેરના કેટલાક મોલ માલિકો લોભાણી સ્કિમો આપીને કોર્પોરેશનનાં જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે AMC પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલ દ્વારા આજે 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી હતી. આ ઓફરના કારણે મોલમાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. અને સોસિયલ સિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણકારી મળતા જ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સમય વેડફ્યા વગર જ આંબાવાડી વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરતા સેન્ટ્રલ મોલને સીલ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *