ગુજરાત-રાજસ્થાન બોર્ડર થી ઘૂસણ ખોરી કરનાર પાકિસ્તાની ઘૂસણખોરને BSF ના જવાનોએ ઠાર માર્યો

ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક પાકિસ્તાની ઘૂસણખોર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડીઓ પાછળ છુપાઈ ગયો હતો. ત્યાર બાદ BSFના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. અને તેનું મૃત્યુ થયું હતું. અને ઘૂસણ ખોરીના આ પ્રયાસ ને નિષ્ફળ બનાવ્યો હતો.ઉપરાંત આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હલચલ પણ જોવા મળી હતી.અને BSFએ પાકિસ્તાન પાસેથી આ ઘુસણખોર અંગેની માહિતી માગી હતી.

ગુજરાત અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે  પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. જો કે આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. સ્વતંત્રતા દિનને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF દ્વારા સરહદો પર પેટ્રોલીંગ વધુ કડક કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *