સુશાંત સિંહના પિતા કે કે સિંહે કરી CM નિતિશકુમાર સાથે વાતચીત, વિવિધ પક્ષોએ કરી CBI તપાસની માંગ

સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સુશાંતસિંહ ના પિતા કે કે સિંહે મુખ્યમંત્રી નિતિશકુમાર સાથે વાતચીત કરી હતી.

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમારની સાથે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. ત્યારબાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે DGP ગુપ્તેશ્વર પાંડેને આદેશ આપ્યો હતો કે તેઓ સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસને લગતી કાર્યવાહી જલદીથી શરૂ કરે. જેથી કેસ સીબીઆઈને સોંપવામાં આવે.

http://

લોક જનશક્તિ પાર્ટી (LJP) ના પ્રમુખ ચિરાગ પાસવાને મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ફોન પર વાતચીત કરી હતી. ચિરાગ પાસવાને ફરીથી CM નીતીશ કુમાર સાથે સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસની માંગ કરી હતી. ચિરાગ પાસવાને આ બાબતે ફરીથી મુખ્યમંત્રીને પત્ર લખી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ચિરાગ પાસવાને આ પત્રમાં જણાવ્યુ હતું કે આજે સરકાર પાસે તક છે કારણ કે બિહારમાં દાખલ કરવામાં આવેલી FIRના આધારે આ મામલાને CBIને સોંપી શકે છે. ચિરાગ પાસવાને એમ પણ લખ્યું હતું કે IPS વિનય તિવારીની સાથે બનેલી ઘટનાની ફરિયાદ પણ મુખ્યમંત્રી નીતીશ કુમારને પ્રધાનમંત્રી મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કરવી જોઈએ.બીજી બાજુ, લોક જન શક્તિ પાર્ટીના ધારાસભ્ય અને સુશાંત સિંહ રાજપૂતના ભાભી નુતન સિંઘનું કહેવું છે કે, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરવી જોઈએ.

http://

ભાજપ તરફથી પણ CBI તપાસની માગ કરવામાં આવી રહી છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ વિવેક ઠાકરે ટ્વિટ કરતાં જણાવ્યુ છે કે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્ર સરકાર કોરોનાની લડાઈ છોડી હવે ફક્ત એક કામમાં વ્યસ્ત છે કે સુશાંત હત્યાકાંડના પુરાવાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે બહુ થઈ ગયું છે. હું વિનંતી કરૂં છું કે બિહારના CM નીતીશ કુમારજીને કે તે સુશાંતના પિતાની ઈચ્છા છે કે સીબીઆઈ તપાસની તેની ભલામણ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *