રશિયાએ જાહેર કર્યું હતું કે, ઓક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલુ કરવામાં આવશે.રશિયાના આરોગ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના મત અનુસાર આરોગ્ય મંત્રાલય આ પ્રોગ્રામની તૈયારી કરવામાં કાર્યરત છે.રસીનો સૌથી પહેલો ડોઝ ડોક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે. રશિયાની સરકાર આ માસમાં દેશની પ્રથમ કોરોનાની રસીને મંજૂરી આપશે. કેટલાક નિષ્ણાતોને જે ઝડપથી આ રસી બનાવવામાં આવી છે તેને લઈને ચિંતા માં પણ છે.
આ પહેલા અમેરિકાના વાયરોલોજી એક્સપર્ટ ડોક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યુ હતું કે, હું નથી માનતો કે બીજા દેશો અમેરિકા પહેલા રસી બનાવવામાં સફળતા મેળવે અને અમેરિકાએ તેમના પર નિર્ભર રહેવુ પડશે.
હાલમાં દુનિયામાં 20 થી વધારે પ્રોજેક્ટ કોરોના ની વેક્સિન બનાવવા માટે ચાલી રહ્યા છે.જોકે રશિયાના જણાવ્યા અનુસાર, મોસ્કોની ગમલેયા ઈન્સ્ટિટ્યુટે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત કરી લીધી છે.