સમાજવાદી પાર્ટીના પૂર્વ કદાવર નેતા અમરસિંહનું નિધન,સિંગાપોર માં થઈ રહી હતી સારવાર

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું છે. અમરસિંહ છેલ્લા 6 માસથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર કરાઇ રહ્યા હતા.મળેલ માહિતી અનુસાર,રાજ્યસભાના સાંસદ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. અમરસિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા. એક સમય ઉત્તરપ્રદેશના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નજીકના વ્યક્તિઓમાંથી એક હતા.

અમરસિંહે રાજનીતિક સફરની શરૂઆત 1996માં રાજ્યસભાના સભ્ય તરીકે કરી હતી. હાલ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. તેમજ 5 જુલાઈ 2016ના રોજ તેઓ ઉચ્ચ સભ્ય પદ માટે ચૂંટાયા હતા. બીમાર થતા પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે તેમની સમીપતા વધી હતી.

વર્ષ 2002 અને વર્ષ 2008માં પણ રાજ્યસભાના સભ્ય રહ્યા ચૂક્યા હતા. એસપી નેતા મુલાયલ સિંહ યાદવ સિવાય બૉલીવુડ અભિનેતા મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના ખૂબ જ ઘાઢ સંબંધ હતા. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં આ સંબંધોમાં અવરોધ ઉભો થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમર સિંહે એક વીડિયો વાઇરલ કરી અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.

અમરસિંહનું પીઆર વર્ક જબરજસ્ત હતું. તેઓ ક્યારેક ઉદ્યોગપતિઓ સાથે જોવા મળતા તો ક્યારેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે પાર્ટીઓમાં ફોટા પડાવતા નજરે પડતા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ સાથે તેમની નિકટતા પણ જાણીતી હતી.એક સમય એવો હતો કે,બૉલીવુડ અભિનેતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અમરસિંહ પીવડાવે એટલું જ પાણી પીતા હતા. આટલા જ ગાઢ સંબંધો દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે પણ તેમના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *