રાજકોટ કલેક્ટરે તહેવારોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શ્રાવણ માસમાં આવનારા ગણેશોત્સવ, જન્માષ્ટમી તેમજ સંવત્સરીના તહેવારોને લઈને નાગરિકોની સુખાકારી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગણેશોત્સવમાં ગણેશ અને કૃષ્ણની મૂર્તિ 2 ફૂટથી ઉંચી ન હોવી જોઈએ તેવો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ કલેક્ટરનું જાહેરનામું 2 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. તેમજ ખંડિત મૂર્તિને બિનવારસી હાલતમાં નહીં મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જળાશયોમાં મૂર્તિ વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. તે ઉપરાંત બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે.રાજકોટના જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું અમલ ફરજિયાત કરવો પડશે.
જિલ્લા કલેકટરે જણાવ્યુ હતું કે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે.