UNLOCK 3: ગુજરાત સહિત દેશભરમાં આજથી અનલોક 3 લાગુ

આજથી દેશભરમાં કેન્દ્ર સરકારે અનલોક 3 ની ગાઈડલાઇન જાહેર કરી છે. તેમજ આજથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક 3 અમલ માં આવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની ગાઈડલાઈન અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકારે અભ્યાસ કર્યો હતો, અને તેમાં જરૂરી સુધારા વધારા કરીને રાજ્યની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નિયમો બનાવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં શું ખોલવાના અને શું બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કેટલાક સુધારા વધારા સાથે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનારા સામે રૂપિયા 500 નો દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

બીજી તરફ મુખ્યમંત્રીએ નાગરિકો માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે અમુલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

ગુજરાત સરકારે અનલોક 3 ની જાહેર કરેલ ગાઈડ લાઇન

  • હોટલ રેસ્ટોરન્ટ રાત્રિના 10 વાગ્યા સુધી રહેશે ખુલ્લા
  • રાજ્યમાં 1 ઓગસ્ટથી રાતના કરફ્યુ માથી મુક્તિ
  • દુકાનો રાતના 8 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે
  • જીમ અને યોગા સેન્ટર 5 ઓગસ્ટથી ખોલી શકાશે
  • આ સિવાયની અન્ય બાબતો પર કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અનલોક-૩ની ગાઇડલાઇન

  •  રાત્રી કરફ્યૂ  સંપૂર્ણપણે  મુક્ત કરવામાં આવશે, લોકો ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
  • જિમ્નેશિયમ તેમજ યોગા સેન્ટરર્સ પાંચ ઓગસ્ટથી ખોલી શકાશે.તેમજ આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું અનુસરણ કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  કરવાનું રહેશે.
  • 31 ઓગસ્ટ સુધી સિનેમા હોલ, મેટ્રો રેલ, સ્કૂલ –કોલેજ, થિયેટર, સ્વિમિંગ પૂલ,  બાર, ઓડિટોરિયમ તેમજ એસેમ્બલી હોલ ખોલવા પર પ્રતિબંધ રાખવામા આવેલ છે.
  • સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરી શકશે.
  • સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું પાલન કરવાનું રહેશે.  આ માટે એસઓપીનું પાલન કરીને જ ઉજવણી કરવા દેવાશે.
  • વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ભારતમાં  આવવા દેવાશે. તેના માટે એરલાઈન્સ દ્વારા ગાઈડલાઈન અનુસરવામાં આવશે.
  • કન્ટેન્મેન્ટ ઝોન તેમજ રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં જ ઉપરોક્ત સુવિધાઓ અને સેવાઓ ચાલુ કરવામાં આવશે.
  • 1 થી 31 ઑગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે.
  • 31 ઓગસ્ટ 2020 સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માત્ર જરૂરી ચીજ વસ્તુઓ માટે જ છૂટછાટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *