પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ પદે ગુજરાતનાં IAS હાર્દિક શાહ ની નિમણૂક

ગુજરાતના IAS અધિકારી હાર્દિક શાહની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ પદે નિમણૂક કરવામાં આવી છે.IAS હાર્દિક શાહે કારકીર્દિની શરૂઆત ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાંથી કરી હતી. ત્યારબાદ 2010ની સાલમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરીપદે પણ સેવા આપી ચૂક્યા છે.

GPCB ના મેમ્બર સેક્રેટરીના હોદ્દા પરથી કેન્દ્રમાં તેઓ વન અને પર્યાવરણ ખાતામાં અંગત સચિવ તરીકે ગયા હતા. આમાં તેમણે ત્રણ પ્રધાનો સાથે કુશળતા પૂર્વક કામગીરી કરી હતી.

પરિણામે IAS હાર્દિક શાહને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં એક વર્ષ અગાઉ નિમણૂક કરવામાં આવી હતી. આજે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિીવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ગુજરાતમાં તેઓ સાબરકાંઠાના કલેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

હાર્દિક શાહે બી.ટેક તેમજ એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમાં યુનિવર્સિટિમાં ટોપર્ટ રહ્યા છે. તેમજ લૉ યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટિમાં સેકન્ડ રહ્યા હતા. પર્યાવરણના વિષય પર તેમણે પી.એચડી. પણ કરી છે. આ માટે હારવર્ડ યુનિવર્સિટિમાં રિસર્ચ પણ કર્યું હતું. 2012થી 2015ના સમય ગાળામાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિમાં ગવર્મેન્ટ પોલીસી વિષયક લેક્ચર્સ પણ આપ્યા હતા.

ગુજરાતમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મમ્બર સેક્રેટરી તરીકે પ્રદુષણ ફેલાવનારા એકમો સામે તેમણે કડક કાર્યવાહી કરી હતી. તેમના આ કાર્યની ઘણી સરાહના થતાં તેમને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગમાં નિમણૂક થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *