દારૂના બદલે સેનેટાઈઝર પીવાથી આંધ્રપ્રદેશમાં 9 લોકોના મોત નિપજ્યા

આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝરનું સેવન કરવાથી 9 લોકોના મોત નિપજ્યાં છે.આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના ઘટી હતી.આ ઘટના માં ત્રણ ભીખારી તેમજ ત્રણ રિક્ષા ચાલક ઉપરાંત ત્રણ મજુરોએ દારુની જગ્યાએ સેનેટાઈઝરનું સેવન કર્યું હતું.તેમાથી એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું જ્યારે અન્ય લોકોનું ઊંઘમાં જ મોત નીપજયું હતું. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

આંધ્રપ્રદેશમાં પ્રકાસમ જિલ્લાના પોલીસવડાએ કુરીચેડૂની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે, મૃત્યુ પામેલ લોકો છેલ્લા કેટલાંય સમયથી પાણી તેમજ કોલ્ડ્રીંક્સ સાથે સેનેટાઈઝરનું સેવન કરતાં હતાં. SPએ જણાવ્યું કે, અમે તે પણ તપાસ કરી રહ્યાં છીએ કે શું તેમણે સેનેટાઈઝરને કોઈ અન્ય ઝેરી પદાર્થ સાથે મેળવ્યો હતો. તે ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે આ લોકો છેલ્લા દસ દિવસથી સેનેટાઈઝરનું સેવન કરી રહ્યા હતા. અમે વિસ્તારમાં વેચવામાં આવી રહેલા સેનેટાઈઝરના સ્ટોકને તપાસ માટે મોકલી રહ્યાં છીએ. ઉલ્લેખનિય છે કે, કુરીચેડૂમાં કોરોનાના કારણે હાલ લોકડાઉન છે તેમજ છેલ્લા ઘણાં દિવસોથી અહીં દારુની દુકાન પણ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *