ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં
સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે
દ્વારા સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે.તેમજ પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડાક જ દિવસોમાં હાઈકોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.
ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. ફી બંધીના ઠરાવને ખાનગી સ્કૂલોએ પડકાર્યો હતો.રાજ્ય સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કર્યું હતું.
લોકડાઉનના સમયગાળા દરમિયાન ઓનલાઈન શિક્ષણમાં શાળાના સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતા.તેની સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારના ફી બંધીના ઠરાવને ખાનગી સ્કૂલોએ પડકાર્યો હતો. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસુલવા રાજ્ય સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી સ્કૂલોના સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.