પ્રેમી અને તેના 4 મિત્રોએ ભેગા મળી યુવતી પર ગુજાર્યો બળાત્કાર

બારડોલી નજીક આવેલ એક ગામની યુવતીને તેનો પ્રેમી ખેતરની ઓરડીમાં લઈ ગયો હતો. પહેલા પ્રેમીએ યુવતી સાથે સંભોગ કર્યો. ત્યારપછી એની સાથે અન્ય 4 મિત્રોએ પણ યુવતી વારાફરતી ગેંગરેપ કર્યો હતો.

બારડોલીના તાલુકા મથક નજીક આવેલ એક ગામની 21 વર્ષીય યુવતીને અને પારડી (પાટા) ગામનો પરણિત યુવક અમિત સંજયભાઈ હળપતિ સાથે પ્રેમસબંધ બંધાયા હતા. ગયા ગુરુવારે સાંજે અમિત તેની પ્રેમિકાને ફરવાના બહાને બાઇક પર બેસાડી મહુવા તાલુકાના મહુડી ગામે આવેલ એક ખેતરની ઓરડીમાં લઇ ગયો હતો અને ત્યાં એની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો. થોડી જ વારમાં અમિતના અન્ય મિત્રો પણ ત્યાં આવી ગયા હતા જે પૈકીના એકે યુવતીને પકડી રાખી હતી. જયારે અન્ય ત્રણ યુવકે અંધારાનો લાભ લઈ એની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદ માં જેણે યુવતીને પકડી રાખી હતી એણે પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ યુવતીએ બૂમો પાડવાનો પ્રયાસ કરતા આરોપી અમિતે ધમકી આપી કહ્યું કે બૂમ ન પાડતી નહિ તો લાકડાનો ઝપેટો મારી દઈશ.

ગેંગરેપના મુખ્ય આરોપી અમીત હળપતિ તેમજ તેનો સાથીદાર હિતેશ શંકરભાઇ હળપતિની જિલ્લા એલસીબી અને એસઓજી એ સરભોણ પાસેથી ઝડપી લીધા હતા. જયારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલિસ સ્ટાફ દોડધામ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *