રાજકોટમાં કોરોના સંક્રમિત કેસ ની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવી મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરની ધરપકડ કરીને 7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાતમી ના આધારે પોલીસે કર્યો બોગસ ડોક્ટરનો પર્દાફાશ
રાજકોટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન બાતમીના આધારે લોઠડા-ભાયાસર રોડ પરથી બોગસ ડોક્ટર અનીષભાઈ અસરફભાઈ લીંગડીયા (ઉં.વ.30) ની ધરપકડ કરી હતી. આ નકલી ડોક્ટર કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે અનીષને ઝડપી પાડી જુદા-જુદા સાધનો અને દવાઓ સાથે કુલ 7 હજાર 75 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. અને આ નકલી ડોક્ટરનો પર્દાફાશ કર્યો હતો.