ભારત દેશમાં છત્તીસગઢ તેમજ ઝારખંડ અને મહારાષ્ટ્રની જેમ હવે નક્સલીઓ ગુજરાતમાં પણ ખુંખાર હુમલાની યોજના કરી રહ્યા હતા. જો કે તેમના ખતરનાક ઈરાદાઓ પૂરા કરે તે પહેલાં જ એટીએસે 3 ખુંખાર નકસલીઓને ઝડપી લીધા હતા.
ગુજરાતમાં નક્સલીઓ મોટુ ઓપરેશન પાર પાડવાના હતા. નક્સલીઓ પોલીસ અને સીઆરપીએફને નિશાન બનાવી હુમલો કરવાના હતા. જો કે તેમના આ ખતરનાખ ઇરાદા પર ગુજરાત એટીએસે પાણી ફેરી વેળ્યું હતું.
ગુજરાતમાં પથ્થલગડી ચળવળ ચલાવવા માટે આવેલા ઝારખંડના ખૂંટી જિલ્લાના બે સહિત ત્રણ નકસલવાદી તાપીના વ્યારામાંથી ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા હતા. આ નક્સલીઓ પાસેથી નકસલી પ્રવૃત્તિની પત્રિકાઓ તેમજ મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે.
ફોન ટ્રેસિંગમાં ચોંકાવનારી માહિતી મળી
નકસલીઓના ફોન ટ્રેસિંગમાં ચોંકાવનારી માહિતી મળી આવી છે. તેમની વાતચીતમાં હથિયારોની માંગણી કરતા હોવાનું છે.તેમજ ભારતમાં આદિવાસીઓ જ રહેશે બાકી કોઈ નહિ રહે તેવી પત્રીકાઓ પણ મળી હતી.
ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી
બિરસા ઔરેયા,સામુ ઓરૈયા અને બબીતા કછપ નામના ત્રણેય આરોપીઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને ગુજરાતના વ્યારામાં આદિવાસી વિસ્તારોમાં સતિપતિ સંપ્રદાય પથ્થલગડી વિચારધારાઓનો પ્રચાર કરી હિંસક વાતાવરણ ઉભું કરી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરતા હતા. ઉપરાંત ત્રણ આરોપીઓ ઝારખંડમાં પણ વિવિધ ગુનાઓમાં ફરાર હતા.
શું છે સતીપતી સંપ્રદાય?
સતિપતિ સંપ્રદાયના અનુયાયીઓમાં હિંસકતા ઉશ્કેરે છે. તેમજ પથ્થલગડી વિચારધારાનો પ્રચાર કરવા માટે પૈસા એકત્રિત કરે છે. પથ્થલગડી આંદોલન પદ્ધતિ અપનાવી અને સ્થાનિક આદિવાસીઓને સરકાર વિરુદ્ધ હિંસક ઉશ્કેરણી કરીને મોટા હુમલા કરે છે.