કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહેલા ગુજરાતમાં એક પછી એક શહેરો, જિલ્લાઓ તેમજ તાલુકાઓ સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. અંકલેશ્વરમાં કોરોના સંક્રમણને અટકાવવા અગાઉ વેપારી એસોસિયેશને બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છીક બજાર બંધ એટલે કે સ્વયંભૂ લોકડાઉનનો મહત્વનો નિર્ણય લીધો છે. અંકલેશ્વરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવનાર સમયમાં માઠા પરિણામ ન ભોગાવવા પડે તેના માટે શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અંકલેશ્વરમાં બપોરના 1 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે.
મળેલ માહિતી મુજબ, અંકલેશ્વર નગરપાલિકાના વિસ્તારમાં શનિ-રવિવારે સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયને લેવાતાજ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ભીડ ઉમટી જતાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.
અંકલેશ્વરમાં અગાઉ વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન આપ્યું હતું, જેના કારણે ભારે વાદ-વિવાદ સર્જાયો હતો. આ મામલે વેપારી અને રાજકીય આગેવાનની વાતચીત અંગેની ક્લિપ વાયરલ થતાં મોટો વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ જાહેર કરેલા સ્વૈચ્છીક બંધમાં અનાજ માર્કેટ શનિવારે સંપૂર્ણ બંધ રહ્યું હતું.ત્યારે અન્ય બજારોમાં 50 % દુકાનો ખુલ્લી જોવા મળી હતી.
કોરોના મહામારીમાં આ પહેલા ગુજરાતના પાટણ શહેરમાં 1 વાગ્યા સુધી સ્વૈચ્છિક બજારો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. બપોરના 1 વાગ્યા બાદ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના કહેર વધતા નગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો હતો. 31 જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યા છે.તેમજ નિયમ ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે.
આ મુજબની શરતો નું પાલન કરવાનું રહેશે
તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ રહેશે બંધ
ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ
દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની
ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
ખરીદી બાદ ઘરે જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ